Aravalli : કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની નારાજગી સામે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મૌન

ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન હાર્દિક પટેલે(Hardik Patel) કોંગ્રેસના મોટા નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાર્દિક પટેલે કહ્યું, મને એટલો હેરાન કરવામાં આવે છે કે મને તેના વિશે ખરાબ લાગે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં મને વધુ દુઃખ થયું છે કારણ કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે

Aravalli :  કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની નારાજગી સામે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મૌન
jagdish thakor (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 5:17 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી(Gujarat)પહેલા હાર્દિક પટેલે(Hardik Patel)પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી સામે કરેલા આક્ષેપ પર પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે(Jagdish Thakor)મૌન સેવ્યું છે. પત્રકારના હાર્દિક અંગેના સવાલ પર જગદીશ ઠાકોરે જવાબ આપવાનું ટાળ્યું હતું. હાલમાં જ હાર્દિક પટેલે સ્ફોટક આક્ષેપ કરતા કહ્યું કે કેટલાક કોંગ્રેસ નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં આ ઉપરાંત તેમણે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસના તેમણે હેરાન કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કોંગ્રેસના મોટા નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાર્દિક પટેલે કહ્યું, મને એટલો હેરાન કરવામાં આવે છે કે મને તેના વિશે ખરાબ લાગે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં મને વધુ દુઃખ થયું છે કારણ કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.હાર્દિક પટેલે ટ્વિટર પર જણાવ્યું છે કે, સાચું બોલાવું જોઈએ કેમ કે હુ પાર્ટીનુ ભલુ ઈચ્છુ છુ. રાજ્યની જનતા અમારી તરફ અપેક્ષા રાખે છે અને અમે તે અપેક્ષાએ ખરાં ઉતરી ન શકીએ, તો પછી આ નેતાગીરીનો શું મતલબ છે ! મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કરવાનું છે. પદનો મોહ નથી કામનો ભૂખ્યો છું.

હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, ગત ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી. તેના માટે કોંગ્રેસનું આંતરિક વિખવાદ અને સ્થાનિક કોંગ્રેસ નેતાઓનો બીજા દળો સાથે ‘ગુપ્ત ગઠબંધન’ પણ જવાબદાર છે સાથે પટેલે દાવો કર્યો કે, 2017માં આટલો મોટો માહોલ હતો પરંતુ ખોટી રીતે ટિકિટ વહેંચાતા સરકાર ન બની શકી. હાર્દિક પટેલે કહ્યું કે, મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પરંતુ મને કોઈ મહત્વની બેઠકમાં બોલાવતા નથી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મને  કોઈ નિર્ણયમાં ભાગીદાર બનાવતા નથી. તેમજ ત્રણ વર્ષમાં મને કોઈ કામ ન સોંપાયું. હાર્દિક પટેલે કોંગ્રેસ સામે સવાલ પણ કર્યો કે 2017માં કોંગ્રેસે હાર્દિકનો ઉપયોગ કર્યો. 2022માં નરેશભાઈનો ઉપયોગ કરશો અને 2027માં બીજા કોઈ પટેલને શોધશો . તમારી પાસે હાર્દિક છે તો તેને મજબૂત કેમ નથી કરતા ? નરેશભાઈને લેવા જોઈએ પરંતુ ક્યાંક તેમની હાલત મારા જેવી તો નહીં થાયને

આ પણ વાંચો :  Surat : કવાસગામ ખાતે વેલ્ડીંગની દુકાનમાં બ્લાસ્ટ થતા માલિક સહીત ત્રણ લોકો દાઝયા, તમામને સિવિલ હોસ્પિટલમા ખસેડાયા

આ પણ વાંચો : Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">