Mehsana: સુંઢીયા ગામમાં મનરેગાના કામમાં કૌભાંડના આક્ષેપ, સમગ્ર મુદ્દે કલેકટર અને DDOને રજૂઆત

|

Jan 22, 2022 | 1:00 PM

સુંઢીયા ગામના મનરેગામાં કૌભાંડ અંગે કરાયેલી રજૂઆત સંદર્ભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે જવાબ આપ્યો હતો. તેમના જણાવ્યા મુજબ સુંઢીયા ગામની રજૂઆત સંદર્ભે કમિટી બનાવાઈ છે.

Mehsana: સુંઢીયા ગામમાં મનરેગાના કામમાં કૌભાંડના આક્ષેપ, સમગ્ર મુદ્દે કલેકટર અને DDOને રજૂઆત
Sundhiya Village

Follow us on

મહેસાણાના વડનગર (Vadnagar)તાલુકાના સુંઢીયા ગ્રામ વિકાસ સમિતિ (Village Development Committee of Sundhiya ) દ્વારા સુંઢીયામા મનરેગામા કૌભાંડ (MNREGA scam)થયાના આક્ષેપ થયા છે. સુંઢીયા ગ્રામ વિકાસ સમિતિની રજૂઆત મુજબ વર્ષ 2017 થી વર્ષ 2021 દરમિયાન મનરેગા યોજના હેઠળ જે કામો થયા છે તે કામોમાં કૌભાંડ આચરાયું છે. જેમાં ગામમાં બેંક હોવા છતાં વિસનગર સ્થિત બેંક ઓફ બરોડા, બંધન બેંક અને sbi બેંકમાં મજૂરોના ખાતા ખોલવાયા છે. બાદમાં મનરેગા હેઠળ કામ કરતા મજૂરોને વિશ્વાસમાં લઈને પૈસા ઉપાડી લેવાયા હોવાનો આક્ષેપ થયો છે.

2 મહિના પહેલા રજુઆત, હજુ કોઇ કાર્યવાહી નહીં

સુંઢીયા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મનરેગામાં કૌભાંડ થયા મુદ્દે જિલ્લા કલેકટર અને DDOને છેલ્લા બે મહિનાથી રજુઆતો કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ જાતની યોગ્ય તપાસ પણ કરવામાં આવી નથી. સુંઢીયા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ બાબુભાઈ પટેલ અને મંત્રી છનાજી ઠાકોરના જણાવ્યા મુજબ સુંઢીયામા મનરેગાના 322 મજૂરોમાંથી મોટા ભાગના મજૂરોના નાણાંમાં કૌભાંડ આચરાયું છે. જેની બે મહિના પહેલા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ તપાસ કે પગલા લેવાયા નથી.

તપાસ અહેવાલ DDOને સોંપાશે

સુંઢીયા ગામના મનરેગામાં કૌભાંડ અંગે કરાયેલી રજૂઆત સંદર્ભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે જવાબ આપ્યો હતો. તેમના જણાવ્યા મુજબ સુંઢીયા ગામની રજૂઆત સંદર્ભે કમિટી બનાવાઈ છે. જે કમિટીમા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડીનેટર, એન્જીનિયર તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટનો સમાવેશ કરાયો છે. જે કમિટી સત્વરે એકાદ સપ્તાહમાં તપાસ અહેવાલ રજૂ કરશે. જે તપાસ અહેવાલ ડીડીઓને સોંપાશે. તેના આધારે કાર્યવાહી કરાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કાર્યવાહી ન થાય તો પ્રતિક ધરણાંની ચીમકી

સુંઢીયા ગ્રામ વિકાસ સમિતિની રજૂઆત મુજબ છેલ્લા બે મહિનાથી આ મુદ્દે કોઈ તપાસ કરવામાં આવી નથી અને હવે જો સાત દિવસમાં કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો સમિતિ દ્વારા પ્રતિક ધરણાં કરવામાં આવશે. આગામી 25જાન્યુઆરીએ સમિતિ દ્વારા પ્રતિક ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.

આ પણ વાંચો-

Banaskantha: ખેતરમાં નાખેલી વીજ લાઇનનું વળતર ઓછુ મળતા વિરોધ, 15 ટકા વળતર આપવા ખેડૂતોની માગ

આ પણ વાંચો

અમદાવાદમાં 500 જેટલી હોસ્પિટલને લાગી શકે છે તાળા, જાણો શું છે કારણ

 

Next Article