Mehsana : વિસનગરમાં આપ કે દ્વાર આયુષ્યમાન ત્રિ-દિવસીય મહાઝૂંબેશ કાર્યક્રમ
આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું જિલ્લાના મહત્તમ લોકો આયુષ્માન કાર્ડ નો લાભ મેળવી શકે તેના પ્રયાસરૂપ આજે વિસનગર થી ત્રિ-દિવસીય મહા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.તબક્કાવાર જિલ્લાના અન્ય તાલુકાઓમાં અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની જનહિત લક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવશે

મહેસાણા(Mehsana) જિલ્લાના વિસનગર(Visnagar) તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પાંચ લાખના આરોગ્ય સુરક્ષા કવચથી સજ્જ કરવા “આપ કે દ્વાર આયુષ્યમાન”(Ayushman Card) ત્રિ-દિવસીય મહાઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.આ ત્રિ દિવસીય અભિયાનના બીજા દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભાલક ગામે ઉપસ્થિત રહ્યા હતા. વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જનહિતલક્ષી અભિગમના પરિણામે વિસનગર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરીજનોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આ ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભાલક ગામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે આરોગ્યલક્ષી અભિગમના પરિણામ સ્વરૂપ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્યમાન યોજના કાર્યરત પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં 80 લાખ કુટુંબો એટલે 4 કરોડ લાભાર્થીઓને આ કાર્ડથી લાભાન્વિત કરવાની દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે
અતિ મોંઘી સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ
આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું જિલ્લાના મહત્તમ લોકો આયુષ્માન કાર્ડ નો લાભ મેળવી શકે તેના પ્રયાસરૂપ આજે વિસનગર થી ત્રિ-દિવસીય મહા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.તબક્કાવાર જિલ્લાના અન્ય તાલુકાઓમાં અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની જનહિત લક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવશે .આયુષ્માન કાર્ડ અંતર્ગત ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં ખર્ચાળ અને અતિ મોંઘી સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થાય છે. જેમાં કિડની, કેન્સર, હૃદયરોગ સહિતના ગંભીર રોગો અને અતિ જટીલ સર્જરી પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થાય છે.
આરોગ્ય કાર્ડ લાભાર્થીને હાથો હાથ આપ્યું
બીમારીના સારવાર ખર્ચના કારણે કોઈપણ કુટુંબ દેવાદાર ના બને તે માટે આયુષ્માન કાર્ડ કઢાવવુ અત્યંત જરૂરી હોવાનું મંત્રીએ કહ્યું હતું.આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ આરોગ્ય કાર્ડ લાભાર્થીને હાથો હાથ આપ્યું હતું. ભાલક ખાતે આરોગ્યના કાર્યક્રમમાં આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલ સહિત ભાલક ગામના અગ્રણીઓ,અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 11,355 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247 કરોડથી વધુ રકમની સહાય