જાણો શિક્ષણક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલા ઊંઝાના MLA આશાબેન પટેલની જીવન ઝરમર
ASHA PATEL : આશાબેન પટેલે હેમચન્દ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી વિષયમાં સંધોશન કરીને ડોક્ટરેટ (Ph.D.)ની ઉપાધી મેળવી હતી.
MEHSANA : ઊંઝાના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા આશાબેન પટેલનું આજે 12 ડીસેમ્બરના રોજ અવસાન થયું છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. છેલ્લા દિવસોમાં તેમણે ICUમાં લીફ સપોર્ટ સીસ્ટમ પર રાખવામાં આવેલા હતા. મુખ્યમંત્રીશ ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
CM ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નો ના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે.મુખ્યપ્રધાને સ્વ.આશાબેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે. આવો જાણીએ શિક્ષણક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલા ઊંઝાના MLA આશાબેન પટેલની જીવન ઝરમર.
1)ડો.આશાબેન ડી.પટેલનો જન્મ 6 જાન્યુઆરી 1977ના રોજ વિસળમાં થયો હતો. તેઓ અપરણિત હતા.
2)આશાબેન પટેલે હેમચન્દ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી વિષયમાં સંધોશન કરીને ડોક્ટરેટ (Ph.D.)ની ઉપાધી મેળવી હતી. તેઓ પ્રેફેસર પણ રહી ચુક્યા છે. નિવૃત્ત પ્રાધ્યાપિકા ડો.આશાબેન પટેલ ખેતી અને સમાજસેવા સાથે પણ સંકળાયેલા હતા.
3) હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં તેઓ સમકક્ષતા સમિતિ, એન.એસ.એસ. સલાહકાર સમિતિ, નાણાકીય સમિતિ, એન્ટી-રેગિંગ સમિતિ અને બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચર્સ એન્ડ રિસર્ચમાં સભ્ય રહી ચુક્યા છે.
4)ડો.આશાબેન પટેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી. ગાઈડ હતા તેમજ ઉત્તર ગુજરાત રાજીવ ગાંધી સ્ટડી સર્કલના કો-ઓર્ડિનેટર હતા.
5)2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આશાબેન પટેલે ઊંઝા બેઠક પર 1995થી 5 વાર ધારાસભ્ય રહેલા ભાજપના નારાયણ પટેલને હરાવી કોંગ્રેસની ટીકીટ પર ઊંઝા બેઠક પર જીત્યા હતા.
6)2019માં તેમણે ઊંઝાના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણીમાં ભાજપની ટીકીટ પર લડી ફરી ઊંઝાના ધારાસભ્ય બન્યા.
7)ડો.આશાબેન પટેલ સહકારી ક્ષેત્રમાં પણ સક્રિય હતા. એશિયાના સૌથી મોટા ઊંઝા APMCની ચૂંટણીમાં તેમના દ્વારા સમર્થિત વિકાસ પેનલે ઊંઝા APMC પર નારાયણ પટેલના 21 વર્ષના શાસનનો અંત આણ્યો હતો.
8)શિક્ષણ અને રાજકારણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ આશાબેન વિવિધ હોદ્દાઓ પર રહી ચુક્યા છે –
તેઓ ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટ, ઉંઝાના કારોબારી સભ્ય હતા. લાયન્સ ઈન્ટરનેશનલ ક્લબના કેબિનેટ ઓફિસર હતા. ચોર્યાસી કડવા પાટીદાર મહિલા સમાજના સભ્ય હતા. ચોર્યાસી કડવા પાટીદાર ઉત્તેજક મંડળના ટ્રસ્ટી હતા. વુમન્સ ઈન્ટરનેશનલ લિગ ફોર પીસ એન્ડ ફ્રીડમના સભ્ય હતા.
આ પણ વાંચો : Gram Panchayat : શહેરોને પણ આંટી મારતું ગુજરાતનું પેરીસ ધર્મજ ગામ, જાણો કેવું છે આ ગામ