રિક્ષા ચાલકથી રાજ્યસભા ટિકિટ સુધીની સફર…જાણો ગુજરાત ભાજપના રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક વિશે

લાખાવડમાં જન્મેલા મયંક નાયકે રિક્ષા ચાલક તરીકે પોતાના સફરની શરૂઆત કરી હતી. તેઓ હાલ ગુજરાત ભાજપ ઓબીસી મોરચાના પ્રેસિડેન્ટ, ગાંધીનગર લોકસભાના પ્રભારી અને મન કી બાત ગુજરાત પ્રદેશની ટીમના ઇન્ચાર્જ પણ છે. તેમજ ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.

રિક્ષા ચાલકથી રાજ્યસભા ટિકિટ સુધીની સફર...જાણો ગુજરાત ભાજપના રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક વિશે
Mayank Nayak
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Feb 14, 2024 | 6:31 PM

ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીમાં ભાજપે ફરી સરપ્રાઇઝ આપી છે. ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. જે અંતર્ગત ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાને ગુજરાતમાંથી ટિકિટ અપાઇ છે. તો સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને પણ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરાયા છે.

બીજી તરફ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. જ્યારે કે ચોથા ઉમેદવાર તરીકે મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી અને જાણીતા તબીબ જશવંતસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, રિક્ષા ચાલકથી પોતાની સફર શરૂ કરનાર મયંક નાયક કોણ છે.

મહેસાણાના મયંક નાયકને ભાજપે રાજ્યસભાની ઉમેદવારી માટેની ટિકિટ આપી છે. પોતે રિક્ષા ચલાવીને ઘર અને પરિવાર સહિત ભાજપ પક્ષ માટે સંઘર્ષ કરનાર મયંક નાયકને રાજ્યસભાની ટિકિટ મળતા પરિવારજનો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છે. ત્યારે મયંક નાયકના પરિવારે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આભાર માન્યો અને કહ્યું કે, મયંક નાયકે પાર્ટી માટે હંમેશા નિષ્ઠાથી કામ કર્યું છે. તેમના લોહીમાં પણ કેસરિયો રંગ જ મળશે.

Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !

લાખાવડમાં જન્મેલા મયંક નાયકે રિક્ષા ચાલક તરીકે પોતાના સફરની શરૂઆત કરી હતી. તેઓ હાલ ગુજરાત ભાજપ ઓબીસી મોરચાના પ્રેસિડેન્ટ, ગાંધીનગર લોકસભાના પ્રભારી અને મન કી બાત ગુજરાત પ્રદેશની ટીમના ઇન્ચાર્જ પણ છે. તેમજ ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.

તો, 2019માં પાટણ લોકસભાના પ્રભારી, ઓબીસી મોરચા હેઠળ ઉત્તર ઝોન પ્રભારી, મહેસાણા ભાજપ યુવા મોરચાના જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. આ સાથે, મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય, મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ કામગીરી કરી છે.

(Input credit : kinjal mishra)

આ પણ વાંચો જાણો કોણ છે જશવંતસિંહ પરમાર, જે ભાજપ માટે ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે

g clip-path="url(#clip0_868_265)">