Gujarati Video: મહેસાણામાં હોજ સાફ કરવા ઉતરેલા બે કામદારોના ગૂંગળામણથી મોત, અન્ય બેની તબિયત નાજૂક
Mehsana: રાજ્યમાં વધુ બે શ્રમિકોએ ગૂંગળામણથી જીવ ગુમાવ્યો છે. કડીમાં પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા કામદારોના ગૂંગળામણથી મોત થયા છે. 6 શ્રમિકો હોજ સાફ કરવા ઉતરેલા હતા. જેમાં અન્ય બે કામદારોની તબિયત નાજૂક જણાતા તેમને અમદાવાદ રિફર કરાયા છે.
Mehsana મહેસાણાના કડીમાં ફરી એકવાર ગુંગળામણને કારણે બે કામદારોના મોત થયા છે. પાણીનો હોજ સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે. જ્યારે અન્ય બે કામદારોની તબિયત નાજૂક હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા છે. બનાવની વાત કરીએ તો કડીના અલદેસણ નજીક આવેલી ઓમ શિવાય પેપર ફેક્ટરીમાં 6 કામદારો પાણીનો હોજ સાફ કરવા ઉતર્યા હતા.
હોજ સાફ કરવા ઉતરેલા છ કામદારો ગુંગળામણને કારણે બેભાન થયા હતા. જેથી તેમને સારવાર માટે ભાગ્યોદય હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં બે કામદારોના મોત થયા છે. જ્યારે અન્ય બે કામદારોની સ્થિતિ નાજૂક હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા છે. ઘટનાની જાણ થતા જ કડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કામગીરી હાથ ધરી હતી.
અલદેસણ સીમમાં આવેલી ઓમ શિવાય પેપરની ફેક્ટરીની અંદર કામદારો બપોરના સમયે કંપનીની પાછળ આવેલા અંડર ગ્રાઉન્ડ હોજમાં સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. એકાએક અસહ્ય ગરમી બંધ હોજમાં થઈ જતા કામદારો ગૂંગળાયા હતા. જ્યાં આજુબાજુના કામદારોને જાણ થતા કંપનીના માલિકને જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા એકબાદ એક કામદારોને કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા બે કામદારોના કરૂણ મોત નિપજ્યા, જ્યારે 3 કામદારને અમદાવાદ રિફર કરાયા છે. એક કામદારને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચારેય કામદારની તબિયત નાજૂક જોવા મળી રહી છે.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યો, મહેમાનોએ મંડપને પકડી રાખ્યો, જુઓ Video
કડી તાલુકાના અલદેસણ સીમા આવેલી ઓમ શિવાય પેપરની ફેક્ટરીની અંદર કામદારો શનિવારના બપોરના સમયે કંપનીની પાછળ આવેલા અંડર ગ્રાઉન્ડ પાણીના હોજમાં સાફ-સફાઈ કરવા માટે છ કામદારો ઉતર્યા હતા અને એકાએક અસહ્ય ગરમી બંધ હોજમાં થઈ ગઈ હતી.
જ્યાં આજુબાજુના અન્ય કામદારોને જાણ થતાં કંપનીના માલિકને જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા એક બાદ એક કામદારોને કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે કામદારનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે 3 કામદારને અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તેમજ એક કામદાર ભાગ્યોદય હોસ્પિટલમાં હજુ પણ સારવાર હેઠળ છે. જ્યાં ચારેયની તબિયત હજુ પણ નાજુક જોવા મળી રહી છે. ઘટનાને લઇ કડી પોલીસ દોડી આવી હતી અને કામગીરી હાથ ધરી હતી.
Input Credit- Manish Mistri- Mehsana
મહેસાણા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





