બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યો, મહેમાનોએ મંડપને પકડી રાખ્યો, જુઓ Video

બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યો, મહેમાનોએ મંડપને પકડી રાખ્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 3:39 PM

બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાના માલોતરા ગામે મામેરા પ્રસંગે બંધાવેલો મંડપ ઉડ્યો હતો. મહેમાનોએ મંડપને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે.

આજે પણ બનાસકાંઠાના (Banaskantha) વાવ પંથકમાં ફરીથી વરસાદ વરસ્યો છે. કુંડાળીયા, રાધા નેસડા, માવસરી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સરહદી વિસ્તારમાં બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન અને વરસાદના (Rain) કારણે લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમ રાખનારને ભારે નુકસાન પહોંચ્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાના માલોતરા ગામે મામેરા પ્રસંગે બંધાવેલો મંડપ ઉડ્યો હતો. મહેમાનોએ મંડપને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો-Gujarati video : કચ્છના અંજાર માર્કેટ યાર્ડમાં વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન, કેરીના અનેક બોક્સ પલળી ગયા

બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનના કારણે મંડપ ઉડ્યો હતો. ધાનેરાના માલોતરા ગામે મામેરા પ્રસંગે બંધાવેલો મંડપ ઉડતા મહેમાનોએ મંડપને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો. ભારે પવન સાથે વરસાદ આવતાની સાથે દોડધામ મચી હતી. રસોઈ સહિત વાનગીઓ પણ વરસાદથી બગડી ગઇ હતી. વાતાવરણમાં પલટો આવતા ધોળા દિવસે ધાનેરામાં અંધારપટ્ટ છવાયો હતો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">