AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTP શેર કર્યા વિના બેંક બેલેન્સ ગાયબ થઈ શકે? હેકરે મહેસાણાના વેપારીના રુપિયા ઉપાડી લીધા

સાવધાન! કોઈ પણ વ્યક્તિ ને તમારો OTP શેર કરશો નહિ. આવી સૂચના તમે વારંવાર જોઈ કે સાંભળી હશે. હવે OTP શેર ના કરો તો ઠગાઈ થી તમે બચી જશો. જો તમે એવું માનતા હોય તો ચેતી જજો. કારણ કે, મહેસાણામાં એક વ્યક્તિ એ OTP આપ્યો નથી છતાં રૂપિયા 5.75 લાખ તેના ખાતામાંથી હેકર એ સેરવી લીધા. અને ઉપરથી ફોન કરીને જણાવ્યું કે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે. કોની સાથે અને કેવી રીતે થઈ ઠગાઈ, જુઓ.

OTP શેર કર્યા વિના બેંક બેલેન્સ ગાયબ થઈ શકે? હેકરે મહેસાણાના વેપારીના રુપિયા ઉપાડી લીધા
મહેસાણાના વેપારીને હેકરે ઠગ્યો
Manish Mistri
| Edited By: | Updated on: Dec 08, 2023 | 12:02 PM
Share

પોલીસ, બેંક, સરકાર આ બધા જ એમ કહે છે કે કોઈને OTP શેર ના કરશો જો તમારે ઠગાઈ થી બચવું હોય તો. પણ ઠગ કંપની તો આ બધાથીએ આગળ નીકળી હોય એમ OTP કોઈએ ના આપ્યો તો પણ લાખો રૂપિયા બેંક ખાતામાંથી ઉપાડી લીધા. આ સમગ્ર કિસ્સો બન્યો છે મહેસાણા શહેરમાં. મહેસાણામાં જમીન દલાલી નો વ્યવસાય કરતા જીગર પટેલ સાથે સૌને ચોંકાવી દે તેવી ઠગાઈ થઈ ગઈ છે.

જીગર પટેલના કરંટ અને જોઇન્ટ એકાઉન્ટ માંથી હેકર એ એવી રીતે પૈસા સેરવ્યા કે તે પોતે તો ઠીક પોલીસ પણ ચોંકી ઉઠી છે. જીગર પટેલ પર નોર્મલ કોલ આવ્યો હતો અને એ રિસીવ કરતા ઓડિયો કોલ માંથી હેકર એ વિડિયો કોલ શરૂ કરી દઈ બંધન બેંકમાંથી બોલું છું આપનો ફોટો લેવાનો છે કહ્યું હતું. બેંક એપ્લિકેશન અપડેટ કરવા વિડિયો કોલ કરી જીગર પટેલ સાથે વાતચીત કરી હતી.

ના આપ્યો OTP છતાં ફ્રોડ

ગત 28 નવેમ્બરે એક અજાણ્યા નંબર પરથી જીગર પટેલ ને વિડીયો કોલ આવ્યો હતો ત્યારે આ વાતચીત થઈ હતી. તો બીજા દિવસે ફરી અલગ જ અજાણ્યા નંબર પરથી OTP  મેળવવા માટે આવ્યો હતો કોલ. OTP મેળવવા માટે કુરિયર આવ્યું છે, તેમ કહી OTP માંગ્યો પણ જીગર પટેલને શંકા જતા કોઈ કુરિયર મંગાવેલ નથી કહી ને OTP આપ્યો જ નહોતો.

ત્યારબાદમાં ખબર પડી કે, ફરિયાદી જિગર પટેલ ના કરંટ અને જોઈન્ટ ખાતા માંથી 5.75 લાખ ઉપડી ગયા હતા. અને તેમના ઉપર કોલ પર કોલ આવતા 7 જેટલા મિસ્ડકોલ પછી હેકર એ જ ફોન કરી ને કહ્યું કે બંધન બેંકના તમારા એકાઉન્ટ માંથી પૈસા ઉપડી ગયા છે. જેની તપાસ કરતા જ બેંક ખાતા માંથી અજાણ્યા ગઠીયાએ રૂપિયા ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. એટલે બે ખાતા માંથી અડધો કલાક ના મા જ હેકરે 5.75 લાખ ઉપાડી લીધા હતાં. જે સમગ્ર મામલે ફરિયાદી એ સાયબર ક્રાઈમ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

OTP વિના જ ફ્રોડ શક્ય?

આમ, અત્યાર સુધી એમ હતું કે કોઈ ને ઓટીપી આપવાથી છેતરપિંડી થઈ શકે છે. પણ મહેસાણાનો આ કિસ્સો જોતા હવે OTP આપ્યા વગર જ છેતરપિંડી થઈ જાય છે. એટલે લોકો એ સજાગ અને સાવચેત રહેવું જરૂરી બની ગયું છે . આ સમગ્ર ઘટનામાં હેકર એ ફરિયાદી ને નોર્મલ કોલ કરી તેને વિડિયો કોલ માં કન્વર્ટ કરી ફોન હેક કરી દિધો હોય તેવી શંકા વર્તાઈ રહી છે .

ફોન હેક કરી તેમની બેંક એપ્લિકેશન ઓપરેટ કરી તેમાં ફરિયાદીના ઇ મેઇલ ની જગ્યા એ હેકર એ પોતાનું ઈ મેઈલ આઈડી નાખી OTP જાતે જ મેળવી લઈ ફરિયાદીના બેંક ખાતામાં થી પૈસા સેરવી લીધા હોવાનુ અનુમાન છે. તેવામાં બંધન બેંક મેનેજરને બેંક એપ્લિકેશન ની સાઇબર સિક્યુરિટી શું આટલી નબળી છે, કે હેકર બેંક ગ્રાહક ની એપ્લિકેશન હેક કરીને પૈસા ઉપાડી લે? તેવા સવાલો પણ ઊભા થયા છે. હવે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે.

આ પણ વાંચોઃ  સરગવાની શીંગો જ નહીં, પાંદડા પણ વરદાનરુપ, જાણો શું છે ફાયદા 

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">