Mehsana માં 31 MSME એકમોને રૂપિયા 225.49 લાખની સહાય ચૂકવાઈ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020 માં ગુજરાતની નવી ઉદ્યોગ નીતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજ્યના નવા ઉદ્યોગો માટે જમીન, સબસિડી તેમજ મધ્યમ, નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગોને રાહત આપતી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ યોજનાની જ એક મહત્વપૂર્ણ કડી છે MSME એટલે કે મધ્યમ, નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગો માટે વ્યાજ સહાયની યોજના છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020 માં ગુજરાતની નવી ઉદ્યોગ નીતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજ્યના નવા ઉદ્યોગો માટે જમીન, સબસિડી તેમજ મધ્યમ, નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગોને રાહત આપતી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ યોજનાની જ એક મહત્વપૂર્ણ કડી છે. MSME એટલે કે મધ્યમ, નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગો માટે વ્યાજ સહાયની યોજના છે. આ યોજનાના પરિણામે આજે રાજ્યમાં MSME એકમો અને સાથે જ રોજગારીની તકોમાં ખૂબ જ વધારો થયો છે.
રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 225.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે
MSME એકમોને વ્યાજ સહાયની યોજનાથી પ્રેરાઈને ગુજરાતના મહેસાણા જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માટે મળેલી અરજીઓમાંથી કુલ 158 અરજી મંજૂર કરી હોવાની વિગતો આજે વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવી હતી. આ અરજીઓ પૈકી 31-12-2022 સુધીમાં 75 એકમને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 225.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
મહત્તમ મર્યાદા રૂપિયા 50 લાખ નક્કી કરવામાં આવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નવી ઉદ્યોગ નીતિ-2020 અંતર્ગત મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો એટલે કે MSMEને પ્રોત્સાહન આપવા માટે ધિરાણના 25 ટકા સુધીની કૅપિટલ સબસિડી મળવાપાત્ર છે, જેની મહત્તમ મર્યાદા રૂપિયા 35 લાખ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને વિદેશી ટેક્નોલૉજી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ નીતિમાં હેતુ માટે થયેલા કુલ ખર્ચના 65 ટકા સુધીની સહાયની પણ જોગવાઈ કરવામાં આવેલી છે, જેની મહત્તમ મર્યાદા રૂપિયા 50 લાખ નક્કી કરવામાં આવી છે.