Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશનની શરૂઆત, સૌ પ્રથમ અટલ વર્કશોપનું આયોજન

અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન થી વિધાર્થીઓની સુષુપ્ત સર્જનાત્મક શક્તિઓ બહાર લાવી તેઓને રસ્તો દર્શાવવાનું કામ સૌના સાથ અને સહકારથી કરવાનું છે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. દેશના પ્રધાનમંત્રીનું સ્વપન રહ્યું છે કે આગામી આઝાદીના 100 વર્ષ એટલે 2047 સુધીમાં ભારત સ્ટાર્ટઅપ નેશન બને

Mehsana: અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશનની શરૂઆત, સૌ પ્રથમ અટલ વર્કશોપનું આયોજન
Amrit Mehsana Startup Mission
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: May 19, 2023 | 7:20 AM

ગુજરાતના(Gujarat)મહેસાણા(Mehsana)ગણપત વિશ્વવિધાલય ખાતે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશનની(Startup Mission) શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં સૌ પ્રથમ અટલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં અટલ બિહારી બાજપાઈના નામ પર અટલ ટીંકરીંગ લેબના નામ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રના વિદ્યાર્થીઓ આગામી સમયમાં એજ્યુકેશનની સાથે સાયન્સ અને ટેકનોલોજીમાં પોતાનું કૌશલ્યને ઉજાગર કરે અને દેશ ટેકેનોલોજીનું એક ઉદ્દભૂત હબ બને તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના મહેસાણા ગણપત વિશ્વવિધાલય ખાતે આયોજીત અટલ વર્કશોપમાં જણાવ્યું હતું

વર્કશોપ ભવિષ્યમાં ખુબ જ ઉપયોગી સાબિત થવાનો છે

વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ સમાજ કલ્યાણ અને રાષ્ટ્રના વિકાસ માટે થાય તે જરૂરી છે,જે માટે આ ટીંકરીંગ લેબ નાના બાળકોની જિજ્ઞાસાઓને સંતોષવાનું કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે યુવાનોના દિમાગમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપી ડિઝાઇન માઇન્ડસેટ, કોમ્પ્યુટેશનલ થિંકિંગ, એડપ્ટિવ લર્નિંગ, ફિઝિકલ કમ્પ્યુટિંગ વગેરે જેવી કૌશલ્યો કેળવવા માટે આ વર્કશોપ ભવિષ્યમાં ખુબ જ ઉપયોગી સાબિત થવાનો છે.

નાના બાળકોને STEM સમજવામાં મદદ

આરોગ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ATL એ એક એવુ કાર્યક્ષેત્ર છે જ્યાં યુવા દિમાગ તેમના વિચારોને ડુ-ઇટ-યોર સેલ્ફ મોડ પર હાથ દ્વારા આકાર આપી શકે છે. આ ઉપરાંત નાના બાળકોને STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ની વિભાવનાઓને સમજવા માટે સાધનો અને સાધનો સાથે કામ કરવાની તક ATL થી મળી રહી છે

Plant in pot : આ 3 છોડ ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે
KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ

આગામી સમયમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થવાનુ છે

આરોગ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે બાળકની કુતુહલતા,જીજ્ઞાસાની સમાધાનનું પ્લેટફોર્મ ATLબન્યું છે.આ વર્કશોપથી વિધાર્થીઓને પ્રોત્સાહન પૂરૂ પાડવાનું કામ “અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન”થી થવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે આજે બાળક દુનિયા સાથે જોડાયો છે. જેથી બાળકની શક્તિની પીછાણી તેને પ્લેટફોર્મ આપી આગામી સમયમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થવાનુ છે.

જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતુ કે “અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન” થી વિધાર્થીઓની સુષુપ્ત સર્જનાત્મક શક્તિઓ બહાર લાવી તેઓને રસ્તો દર્શાવવાનું કામ સૌના સાથ અને સહકારથી કરવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીનું સ્વપન રહ્યું છેકે આગામી આઝાદીના 100 વર્ષ એટલે 2047 સુધીમાં ભારત સ્ટાર્ટઅપ નેશન બને, અને વિશ્વના સૌથી વધુ સ્ટાર્ટઅપ ભારતમા થાય. કલેકટર નાગરાજને વધુમાં જણાવ્યું હતું કે યુવાનોને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરૂ પાડવાનું અમારૂ કર્તવ્ય છે.

યુવાનોએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું

જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશનનું વળતર લાંબા સમય બાદ મળવાનુ છે. મહેસાણા ગણપત વિશ્વ વિધાલય ખાતે આયોજીત વર્કશોપમાં આપણે સૌ ઉપસ્થિત રહ્યા છે આપણા સૌના માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું હતુ કે આ ભૂમિની હવામાં જ સ્ટાર્ટઅપ છે, યુવાનોએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.

કોઇપણ વિધાર્થીને વિચાર પર કામ કરવા માટે રૂપિયા 20 હજાર આપવામાં આવે છે

આઇ હબના સી.ઇ.ઓ હીરણ્ય મહંમતાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઇનોવેશન પોલીસી અંતર્ગત વિધાર્થીઓ માટે રૂપિયા 60 કરોડની જોગવાઇ કરી છે. કોઇપણ વિધાર્થીને વિચાર પર કામ કરવા માટે રૂપિયા 20 હજાર આપવામાં આવે છે.આ ઉપરાંત પેટર્ન ફાઇલ કરવા માટે પણ વિશેષ જોગવાઇ છે.તેમણે ઉમેર્યું હતું કે જરૂરીયાત માતા અને સર્જનાત્મક પિતા છે અને જરૂરીયાત અને સર્જનાત્મકતાથી નવીન પ્રેરણા મળે છે. મહેસાણા જિલ્લો સૌ પ્રથમ અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન થકી આગળ વધી રહ્યો છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">