AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 સિરીઝ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્શ ઝડપાયો, એક ફરાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં T20 સિરીઝ રમાઈ રહી છે. જેની અંતિમ મેચ હવે રવિવારે બેંગ્લુરુમાં રમાનારી છે. આ દરમિયાન મહેસાણા પોલીસે સિરીઝમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાને લઈ એક શખ્શને ઝડપી લીધો છે. જ્યારે પોલીસે અન્ય એક શખ્શની શોધખોળ શરુ કરી છે. પોલીસને ધ્યાને આવ્યુ છે કે, ઓનલાઈન એપ્લીકેશન મારફતે આ સટ્ટો રમાડવામાં આવતો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 સિરીઝ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્શ ઝડપાયો, એક ફરાર
સટ્ટો રમાડતો શખ્શ ઝડપાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2023 | 11:43 AM
Share

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને T20 સિરીઝમાં 3-1 થી પાછળ રાખીને શ્રેણી અજેય કરી લીધી છે. ભારતીય ટીમના કબ્જામાં સિરીઝ થઈ ચુકી છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ઘર આંગણે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. રોમાંચક મેચોને પગલે ક્રિકેટના સટ્ટોડીયાઓ પણ એક્ટીવ થઈ ચુક્યા હતા. જેને લઈ પોલીસે પણ આવા સટ્ટોડીયાઓને ઝડપવા માટે કાર્યવાહી કરવામાં સફળતા મેળવી છે.

આવી જ રીતે મહેસાણામાં ક્રિકેટનો સટ્ટો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની મેચોમાં રમાતો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. હાચમીને પગલે મહેસાણા તાલુકા પોલીસની ટીમ સતર્ક થઈને બાતમીનુસાર તપાસ શરુ કરી હતી. જેમાં મહેસાણા-રાધનપુર રોડ પર આવેલ આરુષ આઈકોન ફ્લેટ પાસેના વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો એક શખ્શ રમાડતો હોવાનુ સામે આવ્યુ હતુ.

કોલવડાના શખ્શની શોધખોળ

પોલીસની ટીમે એક શખ્શ ગોવિંદ ભગવાનદાસ પટેલને ઝડપી લઈને તેની પૂછપરછ હાથ ધરતા અને તેના મોબાઈલની પ્રાથમિક રીતે તપાસતા ક્રિકેટનો સટ્ટો રમવા અને રમાડવાની એક એપ્લીકેશન મળી આવી હતી. જે એપ્લીકેશન વડે ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસે મોબાઈલ જપ્ત કરીને તપાસ શરુ કરી હતી. જેમાં આરુષ આઈકોન ફ્લેટમાં જ રહેતા એક શખ્શે આ એપ્લીકેશન આપી હોવાને લઈ તપાસ શરુ કરી છે.

તાલુકા પોલીસની ટીમે એપ્લીકેશનને ઈન્સ્ટોલ કરાવી આપનાર શખ્શની શોધખોળ હાથ ધરી છે. ગોવિંદ પટેલે પોલીસને બતાવ્યુ હતુ કે, આ એપ તેને અજય વિષ્ણુભાઈ પટેલે ઈન્સ્ટોલ કરી આપી હતી. જેણે આ અંગેની આઈડી પણ આપેલ. જે મૂળ કોલવડાનો અને હાલમાં આરુષ આઈકોન ફ્લેટમાં રહે છે.

આરોપી અજય પટેલના ઝડપાયા બાદ પોલીસને વધારે વિગતો મળી શકે એમ છે. તેની પાસે રહેલ સોફ્ટવેરની ડીટેલમાંથી પોલીસને વધારે અન્ય સટ્ટો રમતા લોકો અને સટ્ટોડિયાઓ અંગેની વિગતો મળી શકે એમ છે. જોકે પોલીસને એ પણ ડર છે કે, જો તે મોડો હાથમાં આવશે તો વિગતોને નાશ કરવાનો પ્રયાસ કરી શકે છે. જોકે આ માટે પોલીસ ટેક્નોલોજીને આધારે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી શકે છે.

આ પણ વાંચોઃ રોકાણકારો ફરી રડ્યા! અમદાવાદની કંપની સામે છેતરપિંડી આચર્યાની ઈડર પોલીસે ફરિયાદ નોધી

 મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">