Mehsana : હવે મોઢેરા પણ સોલાર વિલેજ બનશે, ગામના 1610 ઘરોને વિજળી અપાશે

|

Jul 19, 2021 | 8:30 PM

મોઢેરા ગામમાં હવે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચલાવનાર ગામ બનવા તરફ જઇ રહ્યું છે. મોઢેરા ગામમાં રૂપિયા 69 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ થકી મોઢેરા ગામ અને સૂર્યમંદિર સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે.

Mehsana : હવે મોઢેરા પણ સોલાર વિલેજ બનશે, ગામના 1610 ઘરોને વિજળી અપાશે
Mehsana :Modhera will also be a solar village

Follow us on

Mehsana : રાત્રે પણ ચમકશે સૂર્ય મંદિર, ગામના 1610 ઘરોને વિજળી અપાશે

મહેસાણાનું મોઢેરા ગામ સૂર્યમંદિરના કારણે અહીં દેશ-દુનિયાના પ્રવાસીઓ ખેંચાઈ આવે છે. ત્યારે મોઢેરા ગામમાં હવે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચલાવનાર ગામ બનવા તરફ જઇ રહ્યું છે. મોઢેરા ગામમાં રૂપિયા 69 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ થકી મોઢેરા ગામ અને સૂર્યમંદિર સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે.

સોલાર પ્લાન્ટથી મોઢેરા ગામને મળશે નવી ઓળખ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ સોલાર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી ચાલુ મહિનામાં પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મોઢેરા ગામથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા સુજાણપુરા ગામની બહાર રૂ. 69 કરોડના ખર્ચે સોલાર પ્રોજેક્ટ માટે સરકારે 12 એકર જમીન ફાળવી છે. જ્યાં સોલાર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવવામાં આવી છે.

રુપિયા 69 કરોડના ખર્ચે તૈયાર થનાર ભારતનો પ્રથમ પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ અન્વયે ત્રણ મેગાવોટ અને એક એવા બે યુનિટ મેગા વોટની ક્ષમતા વાળા પ્રોજેકટ ઉભા કરવામાં આવશે. સાથે સાથે લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેક્નોલોજી પણ સર્જાશે. આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે. જે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરે છે.

ભવિષ્યમાં 150 લાખ યુનિટ વીજળી આ પ્રોજેકટ ઉત્પન્ન કરી શકશે

આ પ્રોજેક્ટની ખાસ વિશેષતા એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસેસ ધરાવતા બજેટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે. રુપિયા 69 કરોડના આ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સોલાર એનર્જી મોઢેરા ગામના કુલ 1610 ઘરોમાં અને સૂર્યમંદિરને દિવસ-રાત સૂર્ય ઉર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ હાલમાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

 

આ પણ વાંચો : CM Rupani મંગળવારે ભાવનગરને રૂપિયા 70 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

આ પણ વાંચો : Valsad : અબ્રામા વોટર વર્કસ ડેમ છલકાયો, વલસાડ શહેરની પીવાની પાણીની સમસ્યા દૂર થઇ

Next Article