Valsad : અબ્રામા વોટર વર્કસ ડેમ છલકાયો, વલસાડ શહેરની પીવાની પાણીની સમસ્યા દૂર થઇ

જ્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વલસાડનો અબ્રામા વોટર વર્કસ ડેમ છલકાયો છે. જેના લીધે વલસાડ શહેરની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે

  • Publish Date - 8:13 pm, Mon, 19 July 21 Edited By: Chandrakant Kanoja

દક્ષિણ ગુજરાતના વલસાડ(Valsad)  જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે . જેમાં કપરાડામાં માત્ર બે કલાકમાં ત્રણ જેટલો વરસાદ(Rain)  પડ્યો હતો. જ્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વલસાડનો અબ્રામા વોટર વર્કસ ડેમ છલકાયો છે. જેના લીધે વલસાડ શહેરની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. વલસાડ જિલ્લામા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડયો છે. જો કે ભારે વરસાદના પગલે જિલ્લાની મોટાભાગની નદીઓમાં  પાણીની આવક પણ વધી છે. તેમજ વલસાડમાં પડેલા ભારે વરસાદના પગલે મધુબન ડેમના સાત દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઇટલીમાં વસવાનો અનોખો મોકો, આ વિસ્તારમાં રહેવા બદલ સરકાર તમને ચૂકવશે 24 લાખ રૂપિયા

આ પણ વાંચો : Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

Click on your DTH Provider to Add TV9 Gujarati