મહેસાણાના બહુચરાજી મંદિરમાં માતાજીને અમૂલ્ય હાર પહેરાવાયો, માતાજીની પાલખયાત્રા રદ કરાઇ

  • Publish Date - 6:37 pm, Sun, 25 October 20
મહેસાણાના બહુચરાજી મંદિરમાં માતાજીને અમૂલ્ય હાર પહેરાવાયો, માતાજીની પાલખયાત્રા રદ કરાઇ

સુપ્રસિદ્ધ શક્તિપીઠ એવા મહેસાણાના બેચરાજી સ્થિતમાં બહુચરાજી મંદિરમાં માતાજીને અમૂલ્ય નવલખો હાર પહેરાવવામાં આવ્યો હતો. આમ તો દર વર્ષે આજે માતાજીને હાર પહેરાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગાર્ડ ઓફ ઓનર અપાય છે. ત્યારબાદ મુખ્ય મંદિરથી સમી વૃક્ષ સુધી પાલખી યાત્રા નીકળતી હોય છે. પરંતુ ઈતિહાસમાં પહેલીવાર આ પરંપરા આજે તૂટી છે. પાલખી યાત્રા રદ્દ કરીને માત્ર માતાજીની ગાદીએ માતાજીને નવલખો હાર થોડીવાર માટે પહેરાવાયો અને પરંપરાને જાળવી રખાઈ. આ હાર વર્ષમાં માત્ર બે વાર જ દશેરાએ અને બેસતા વર્ષે માતાજીને પહેરાવાય છે. આ હારની અંદાજિત કિંમત 300 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. પાવન પર્વ નિમિત્તે બહુચરાજીમાં માતાજીની મુખ્ય ધજા પણ બદલવામાં આવી. દર વર્ષે આજના દિવસે જ માતાજીની ધજા બદલવાનો રિવાજ છે. જેને પગલે બ્રાહ્મણો દ્વારા વિધિવિધાન મુજબ ધજાની પૂજા કરવામાં આવી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati