ગુજરાતમાં બુધવારે ભાજપ કાર્યાલય કમલમ પર બેઠક યોજાશે , રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને સહ પ્રભારી સુધીર ગુપ્તા હાજરરહેશે

ગુજરાતમાં બુધવારે ભાજપ કાર્યાલય કમલમ પર બેઠક યોજાશે. જેમાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને સહ પ્રભારી સુધીર ગુપ્તા હાજર રહેશે.

ગુજરાતમાં બુધવારે ભાજપ કાર્યાલય કમલમ પર બેઠક યોજાશે , રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને સહ પ્રભારી સુધીર ગુપ્તા હાજરરહેશે
meeting held BJP office Kamalam on Wednesday in Gujarat National General Secretary Tarun Chugh and co-incharge Sudhir Gupta will be present

ગુજરાતમાં બુધવારે ભાજપ કાર્યાલય કમલમ પર બેઠક યોજાશે. જેમાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને સહ પ્રભારી સુધીર ગુપ્તા હાજર રહેશે.આ બેઠક ભાજપના પ્રદેશ હોદેદારો સાથે યોજાશે. જેમાં રાજયમાં આગામી કાર્યક્રમો અને સેવા સમર્પણ અભિયાન અંગે ચર્ચા થશે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી .આર.પાટીલ પણ હાજર રહેશે.

ગુજરાતમાં  હાલમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળના ફેરબદલ બાદ પ્રદેશ હોદ્દેદારોની આ પ્રથમ બેઠક મળવાની છે. જેમાં આગામી વિધાનસભા ચુંટણીને લઇને સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વિધાનસભા ચુંટણી માટે સંગઠનમાં હોદ્દેદારોની જવાબદારીને લઇને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે , આ પૂર્વે ૨ જી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર પાટીલની આગેવાનીમાં કેવડીયા કોલોની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીમાં યોજવામાં આવી હતી . આ પ્રસંગે   કેન્દ્રીય રક્ષામંત્રી  રાજનાથસિંહજી એ કાર્યકરોને સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતના ભાજપનાં કાર્યકરો  સી.આર પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપયોગથી  વધુ મજબૂત બન્યા છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રને લઇને સીએમ ઓફિસમાં આજે મહત્વની બેઠક, ચાર બિલ પસાર કરવા મુદ્દે થશે ચર્ચા

આ પણ વાંચો: RAJKOT : વ્યાજખોરીના ત્રાસમાં સોની વેપારીએ જીવન ટુંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં 8 વ્યાજખોરોનો ઉલ્લેખ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati