અંબાજી મંદિરમાં માતાજીની ઘટ સ્થાપના કરાઇ, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર

અંબાજી માતાના મંદિરે ભકતો ભારે સંખ્યામાં દર્શને આવી રહ્યાં છે. જો કે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આશંકાના પગલે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિરમાં માતાજીની ઘટ સ્થાપના કરાઇ, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર
Mataji Ghat Sthapna in Ambaji temple premises Loud with the sound of Jai Ambe
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Oct 07, 2021 | 12:23 PM

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજીમાં નવરાત્રીની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે પ્રથમ નોરતે માતાજીની ઘટ સ્થાપના  કરવામાં આવી  હતી.  જેની બાદ નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવશે. અંબાજી માતાના મંદિરે ભકતો ભારે સંખ્યામાં દર્શને આવી રહ્યાં છે.

જો કે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આશંકાના પગલે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. જેના પગલે અંબાજીનું મંદિર માત્ર દર્શન માટે જ ખુલ્લુ રહેશે. જો કે અંબાજીમાં માતાજીના દર્શનના સમયમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જેમાં સવારના આઠ વાગેથી રાતના નવ વાગે સુધી ત્રણ વાર દર્શન માટે મંદિર ખોલવામાં આવશે.

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય આ પ્રમાણે રહેશે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સવારે આરતી 7.30 થી 8.00

સવારે દર્શન 8.00 થી 11.30

બપોરે દર્શન- 12.30 થી 4.15

સાંજે આરતી- 6.30 થી 7.00

જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રી ના 9.00 કલાક સુધી કરી શકાશે

ઉલ્લેખનીય છે કે દુર્ગાષ્ટમીના રોજ સવારની આરતી 6.00 કલાકે અને જવારા ઉત્થાપન 11.10 કલાકે થશે.

નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે. તેવી માં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય. હાલમા કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં ગરબા રમી નહી શકાય.

ગુરુવારથી માં અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસામ જોવા મળશે. પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે. જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે

હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ સતત બીજા વર્ષે પણ મુલત્વી રાખવામાં આવ્યો છે. પણ મંદિર માં દર્શન આરતીનો લ્હાવો લઈ શકશે.

આ પણ વાંચો : અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના મંદિરે પ્રથમ નોરતે ભક્તોની ભારે ભીડ

આ પણ વાંચો :પીએમ મોદીએ 20 વર્ષમાં દેશ અને લોકોની પ્રગતિ માટે રાત-દિવસ પરિશ્રમ કર્યો : અમિત શાહ 

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">