Mahisagar : બાલસીનોરના દૂધ શીત કેન્દ્રના ટેન્કરની ચોરી, પોલીસે આરોપી ડ્રાઈવરને ઝડપી પાડયો

|

May 17, 2022 | 5:58 PM

બાલાશિનોર પોલીસ સ્ટેશનનમાં ફરિયાદી કૌટિલ્ય નિખિલભાઇ ઠાકરે પોતાનું ટેન્કર બાલાશિનોર દૂધ શીત કેન્દ્ર પરથી દૂધ ભરેલું ટેન્કર ખાત્રજ અમૂલ ડેરી જવાને બદલે વીરપુર તરફ ડ્રાયવર લઇને ભાગેલ છે. જેના આધારે પોલીસે શરૂ કરેલી તપાસમાં આ ટેન્કર સુતરીયા ગામેથી મળી આવ્યું હતું.

Mahisagar : બાલસીનોરના દૂધ શીત કેન્દ્રના ટેન્કરની ચોરી, પોલીસે આરોપી ડ્રાઈવરને ઝડપી પાડયો
Balasinor Police Station

Follow us on

ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસીનોરના અમૂલ દુધ શીત કેન્દ્ર પરથી ટેન્કર ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ફરિયાદ બાદ ટેન્કરનો પીછો કરી દૂધની ટેન્કર લઇને ભાગનાર ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જો કે આ ડ્રાયવર નશાની હાલતમાં હોવાથી પોલીસે પ્રોહીબેશનનો પણ ગુન્હો નોંધ્યો હતો.જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ બાલાશિનોર પોલીસ સ્ટેશનનમાં ફરિયાદી કૌટિલ્ય નિખિલભાઇ ઠાકરે પોતાનું ટેન્કર બાલાશિનોર દૂધ શીત કેન્દ્ર પરથી દૂધ ભરેલું ટેન્કર ખાત્રજ અમૂલ ડેરી જવાને બદલે વીરપુર તરફ ડ્રાયવર લઇને ભાગેલ છે. જેના આધારે પોલીસે શરૂ કરેલી તપાસમાં આ ટેન્કર સુતરીયા ગામેથી મળી આવ્યું હતું. તેમજ તેની સાથે ડ્રાયવર પણ નશાની હાલતમાં મળી આવ્યો હતો.

જેમાં પોલીસે પંચો સમક્ષ કરેલા પંચનામામા જણાવ્યું છે કે ડ્રાયવરના મુખમાંથી દારૂની પુષ્કળ વાસ આવતી હતી. તેમજ તેની આંખો નશામાંને લીધે લાલધૂમ હતી. તેમજ ડ્રાયવર પાસે પરમીટ પણ નહતી. જેના પગલે પોલીસે પ્રોહીબેશનનો ગુનો પણ નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે તેની મોટર વ્હીકલ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

સીએનજી રિક્ષા પાર્ક કરીને લોકોને અડચણ ઊભી કરવા બદલ આઇપીસી હેઠળ ગુન્હો નોંધાયો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ ઉપરાંત બાલાસીનોર પોલીસ અન્ય એક ગુન્હામાં જાહેર રોડ પર સીએનજી રિક્ષા પાર્ક કરીને લોકોને અડચણ ઊભી કરવા બદલ આઇપીસી હેઠળ ગુન્હો નોંધ્યો છે.જેમાં ઘટનાની વિગત મુજબ પોલીસે હેડ કોન્સ્ટેબલે પેટ્રોલિંગ દરમ્યાન નિહાળ્યું હતું કે બાલાસીનોર રાજપૂરી દરવાજા પાસે એક વ્યક્તિએ પોતાની સી.એન.જી રિક્ષા જાહેર રોડ પર પાર્ક કરી હતી. તેમજ તે રાહદારીઓને અડચણરૂપ થતી હતી. જેના પગલે પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Article