Mahisagar: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને લસણની આડમાં લઈ જવાતો રૂ. 27 લાખના પોશ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો
સંતરામપુર પોલીસને બાતમી મળી હતી કે પીકઅપ વાહનમાં અફીણ માટેના પોશ ડોડા ભરીને મધ્યપ્રદેશ તરફથી આવી રહ્યું છે અને તે રાજસ્થાનમાં જઈ રહ્યું છે. આ બાતમીના પગલે પોલીસે વાંઝીયા ખૂટ ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
મહીસાગર (Mahisagar) જિલ્લામાં લસણની આડમાં અફીણ (opium) નો જથ્થો મળી આવ્યો છે. પોલીસે (Police) બાતમીને આધારે એક પીકઅપ વાનને અટકાવી હતી પરંતુ વાનવાળાએ વાહન ભગાવી મૂકતાં પોલીસે તેનો પીછે કર્યો હતો અને વાનને આંતરી લીધી હતી. વાહનમાં તપાસ કરતાં તેમાં લસણી બોરીઓ ભરેલી હોવાનું જણાયું હતું પણ ઉંડાણપુર્વક તપાસ કરતાં લસણની બોરીઓની આડમાં આફીણ બનાવવા માટેના પોશના ડોડાનો ભૂકો ભરેલી બોરીઓ મળી આવી હતી. જેથી પોલીસે તરત જ વાહનનો કબજો લઈ સંતરાપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું હતું અને તેમાં રહેલો કેફી દ્રવ્યનો જથ્થો જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવ્યો છે. આ પોશના ડોડાની કિંમત રૂ. 27 લાખ જેટલી હોવાનું પોલીસે જણાવ્યું છે.
સંતરામપુર પોલીસને બાતમી મળી હતી કે પીકઅપ વાહનમાં અફીણ માટેના પોશ ડોડા ભરીને મધ્યપ્રદેશ તરફથી આવી રહ્યું છે અને તે રાજસ્થાનમાં જઈ રહ્યું છે. આ બાતમીના પગલે પોલીસે વાંઝીયા ખૂટ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમીમાં જણાવ્યા પ્રમાણેનું વાહન આવતાં પોલીસે તેને અટકાવ્યું હતું પણ પોલીસને જોઈને ડ્રાઈવરે વાહન ભગાડી મૂક્યું હતું. પોલીસે તરત જ ફિલ્મિ ઢબે તેનો પીછો કર્યો હતો અને વાહનને આંતરી લીધું હતું. વાહનમાં તપાસ કરતાં તેમાં લસણના થેલાની આડમાં અફીણનો જથ્થો લઈ જવાતો હતો. રૂ.27 લાખની કિંમતના અફીણના ડોડા ઝડપાયા હતા. સંતરામપુરની વાંઝીયા ખૂટ ચોકડી પાસેથી અફીણ પોશના ડોડાની 46 જેટલી બોરી ઝડપી પાડી હતી. સંતરામપુર પોલીસ, SOG અને LCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું.