મહીસાગરના કડાણા ડેમને હાઇએલર્ટ પર મુકાયો, 118 ગામોને એલર્ટ કરાયા

મહીસાગરના કડાણા ડેમને હાઇએલર્ટ પર મુકાયો, 118 ગામોને એલર્ટ કરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 7:24 AM

રાજસ્થાનના બાંસવાડાના મહીબજાજ ડેમમાંથી પાણી છોડાતા કડાણામાં પાણીની આવક વધી છે. કડાણા ડેમમાં 90 ટકા ભરાયો છે.

ગુજરાતમાં(Gujarat) સતત વરસી રહેલા મેઘમહેર વચ્ચે મહીસાગર(Mahisagar)જિલ્લાના કડાણા ડેમમાં(Kadana Dam)પાણીની આવક વધી છે . જેના પગલે કડાણા ડેમને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. જેમાં રાજસ્થાનના બાંસવાડાના મહીબજાજ ડેમમાંથી પાણી છોડાતા કડાણામાં પાણીની આવક વધી છે. કડાણા ડેમમાં 90 ટકા ભરાયો છે. જેમાં ડેમમાં જળસ્તર વધતા મહીસાગર અને પંચમહાલના 118 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ હાલ ડેમની જળસપાટી 415.6 ફૂટ પર પહોંચી છે. જયારે ડેમની ભયજનક સપાટી 419 ફૂટ

જ્યારે ત્રણ દિવસ પૂર્વે પણ મહીસાગરના કડાણા ડેમમાં નવા નીર આવ્યા હતા. રાજસ્થાનનના મહી બજાજ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે કડાણા ડેમની જળસપાટીમાં એકાએક 11 ફૂટનો વધારો જોવા મળી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાછલા 10 દિવસથી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે..રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 82.41 ટકા વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 92.75 ટકા વરસાદ નોંધાયો, તો ઉત્તર ગુજરાતમાં માત્ર 66.53 ટકા જ વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં હજુ 33 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 82 અને કચ્છમાં 87 ટકા વરસાદ પડ્યો છે..રાજ્યમાં હવે માત્ર 17.60 ટકા વરસાદની ઘટ છે. હવામાન ખાતાએ હજુ બે-ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને જોતા ગુજરાતમાં સિઝનના સરેરાશ વરસાદની ઘટ આગામી સયમમાં પૂર્ણ થાય તેવી આશા છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે નીમાબેન આચાર્ય, જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ,નવી સરકારની પરીક્ષા

Published on: Sep 27, 2021 07:16 AM
g clip-path="url(#clip0_868_265)">