AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahisagar : બાલાસિનોરમાં 45 લોકોએ બોદ્ધ ધર્મ અંગીકાર કર્યો, કલેકટરે તપાસના આદેશ આપ્યા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ગાર્ડન પેલેસ હોટલ ખાતે 45 લોકોએ ધર્મ પરિવર્તન કરતા મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હડકંપ મચવા પામ્યો છે. ત્યારે મહીસાગર, ખેડા, પંચમહાલ જિલ્લા ના 45 જેટલાં લોકોએ બાલાસિનોર સ્થિત હોટલ ગાર્ડન પેલેસ ખાતે હિન્દુ ધર્મ માંથી ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી

Mahisagar : બાલાસિનોરમાં 45 લોકોએ બોદ્ધ ધર્મ અંગીકાર કર્યો, કલેકટરે તપાસના આદેશ આપ્યા
Mahisagar Buddhism
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 10:19 PM
Share

ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ગાર્ડન પેલેસ હોટલ ખાતે 45 લોકોએ ધર્મ પરિવર્તન કરતા મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હડકંપ મચવા પામ્યો છે. ત્યારે મહીસાગર, ખેડા, પંચમહાલ જિલ્લા ના 45 જેટલાં લોકોએ બાલાસિનોર સ્થિત હોટલ ગાર્ડન પેલેસ ખાતે હિન્દુ ધર્મ માંથી ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી જેમા બાલાસિનોર નગરમાં આવેલ ગાર્ડન પેલેસ હોટલ ખાતે પોરબંદર થી આવેલ બૌદ્ધ ધર્મના ધર્મ ગુરુ ની ઉપસ્થિતિમાં બાલાસિનોર સહિત ગ્રામ્ય વિસ્તારના કુલ 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું હતું. જો કે આ અંગે કલેકટરે સમગ્ર ઘટનાના તપાસના આદેશ પણ આપ્યા છે.

બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા ગાર્ડન પેલેસમાં બોદ્ધધર્મના ધર્મગુરુની હાજરીમાં બાલાસિનોર નગરના રોહિતવાસના 7 ઈસમો સહિત મહીસાગર જિલ્લા સાથે ખેડા અને પંચમહાલ જિલ્લાના 45 લોકોએ હિન્દૂ ધર્મમાંથી બૌદ્ધધર્મમાં પરિવર્તન કરી લીધું હતું સમગ્ર બાબતે ફોટા અને વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર ઘટના સામે આવતા બાલાસિનોર નગર સહિત મહીસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે જયારે ધર્મ પરિવર્તન કરવાનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મમાં સમાનતા ન હોવાના કારણે 45 જેટલાં લોકોએ ધર્મ પરીવર્તન કર્યું છે.

આ બાબતે સમગ્ર લોકોએ ધર્મપરિવર્તન કરતા પહેલા જિલ્લા કલેકટરને લેખિત માં અરજી કરી જાણ કરેલ છે પરંતુ જિલ્લા કલેકટર પાસે થી કોઈ પ્રતિઉત્તર ન મળતાં 45 જેટલાં લોકોએ બંધારણની કલમ- ક હેઠળ જો 30 દીવસ પછી જો વહીવટી તંત્ર પાસે થી કોઈ ઉત્તર ન મળે તો ધર્મ પરીવર્તન કરી શકે છે તે માટે મહીસાગર જીલ્લા સહીત આજુબાજુ ના જિલ્લાના કુલ 45 જેટલા લોકોએ સામૂહિક દીક્ષા ગ્રહણ કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો છે..

બૌધ્ધ ધર્મમાં સર્વ ધર્મ સમભાવ માનવ માત્ર એક હોવાનાં કારણે તેઓ એ હિન્દુ ધર્મ છોડી બૌધ્ધ ધર્મ અપનાવ્યો છે એક બાજુ કમલેશ માયાવંશી જણાવી રહ્યા છે કે હિન્દુ ધર્મમાં ન્યાય ન મળતા અને એક સમાન હક ન મળવાના કારણે બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો તેમજ હિન્દુ ધર્મમાં જાતિવાદ રહેલો છે મૂછો રાખવાનો અધિકાર નથી, વરઘોડો કાઢવાનો અધિકાર નથી જો ચાર વર્ષનું બાળક જો માટલા ને અડી જાય અને તેને મારી નાખવામાં આવે તો હિન્દુ ધર્મમા રહીને શું કામ જેનાં કારણે અમે હિન્દુ ધર્મ છોડી બૌધ્ધ ધર્મ અપનાવ્યો છે.

(With Input, Bhupendrasinh Solanki, Mahisagar) 

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">