Mahisagar: મહીસાગર જિલ્લામાં અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ બનાવાશે, 15 એકરમાં 5 કરોડના ખર્ચે નિર્માણ પામશે: હર્ષ સંઘવી

|

May 12, 2022 | 10:50 AM

મહીસાગર (Mahisagar) જિલ્લામાં અનેક યુવાઓ રમત ગમત ક્ષેત્રે નામ રોશન કરી ચુક્યા છે. વિસ્તારના કિશોરો અને યુવાઓમાં રહેલી પ્રતિભાને યોગ્ય દિશામાં લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની ભેટ અપાઈ રહી છે.

Mahisagar: મહીસાગર જિલ્લામાં અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ બનાવાશે, 15 એકરમાં 5 કરોડના ખર્ચે નિર્માણ પામશે: હર્ષ સંઘવી
HM Harsh Sanghvi એ આ અંગે જાણકારી આપી હતી

Follow us on

મહીસાગર (Mahisagar) જિલ્લામાં અનેક યુવાઓ રમત ગમતની શક્તિઓ ધરાવે છે, તેમની શક્તિઓને ખેલ મહાકુંભમાં દર્શાવવાનુ મોટુ પ્લેટફોર્મ મળે છે અને તે પ્રતિભાઓ પણ બહાર આવતી હોય છે. આવા કિશોરો અને યુવાનોમાં રહેલી રમત ગમતની શક્તિઓને યોગ્ય દિશા આપવા અને તેમનામાં રહેલ ટેલેન્ટને દેશ અને રાજ્યના ગૌરવ માટે વધારવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરતી રહે છે. આવા જ વિચાર અને યોજના હેઠળ હવે મહીસાગરના યુવાનો માટે આનંદના સમાચાર છે. મહીસાગરમાં 15 એકર વિસ્તારમાં ફેલાયેલુ વિશાળ સ્પોર્ટ્સ સંકુલ (Sports Complex) મળશે. આ માટે રાજ્ય સરકાર 5 કરોડ રુપિયાનો માતબર ખર્ચ કરનાર છે. આ અંગેની જાણકારી એક કાર્યક્રમમાં રમત ગમત અને સાંસ્કૃતિક તેમજ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) એ આપી હતી.

હર્ષ સંઘવી લુણાવાડા નજીક એક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. બાવન પાટીદાર સમાજ અને લુણાવાડા ના ધારાસભ્ય જિગ્નેશ સેવક દ્વારા મહીસાગર પ્રીમિયર ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022 નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે પ્રસગે રાજ્યના ગૃહ રાજ્ય અને યુવા સાંસ્કૃતિક અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ યુવાનોની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા રુપ વાતો કરી હતી અને રમતની શક્તિને ખિલવવા માટે અંતરીયાળ વિસ્તારમાં કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેનો હલ શુ હોઈ શકે છે તેવી જાણકારી પણ મેળવી હતી. આ દરમિયાન તેઓએ આ સારા સમાચાર સ્થાનિક રમત ગમત પ્રેમીઓને માટે આપ્યા હતા. જેનાથી સ્થાનિક બાળરો, કિશોરો અને યુવાનો પોતાનામાં રહેલ રમતની શક્તિને યોગ્ય દિશામાં ખિલવી શકશે અને પોતાના ગામ, જિલ્લા અને રાજ્યનુ નામ દેશ વિદેશમાં રોશન કરી શકશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પ્રધાને કહ્યુ હતુ કે, રાજ્ય સરકાર લુણાવાડા થી નજીકમાં એક વિશાળ સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનુ આયોજન કરી રહી છે. જે 15 એકર વિસ્તારમાં ફેલાયેલુ હશેય. જેમાં અદ્યતન પ્રકાપની તમામ સુવિધા ઉભી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર 5 કરોડ રુપિયાનો ખર્ચ કરશે. જે રકમની ફાળવણી પણ સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. સાથે જ જમીન સંપાદન કરવા માટેની કામગીરી પણ કરી લેવામાં આવી છે. હવે સ્પોર્ટ્સ સેન્ટરની યોગ્ય ડિઝાઈનની કામગીરી નિષ્ણાંતો દ્વારા પૂર્ણ કરી લેવામાં આવશે ત્યાર બાદ સ્થળ પર તેની કામગીરી પણ શરુ કરી દેવામાં આવશે.

 

ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હર્ષ સંઘવીએ વિજેતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કાર દ્વારા સન્માન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર અને સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 10:35 am, Thu, 12 May 22

Next Article