ગુજરાત : લોકરક્ષકદળ પેપર લીક પ્રકરણમાં વધુ 3 આરોપીની ધરપકડ

ગુજરાત : લોકરક્ષકદળ પેપર લીક પ્રકરણમાં વધુ 3 આરોપીની ધરપકડ
LRD paper leak case

લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયાને એક મહિનો થઈ ગયો જો કે હજુ મુખ્ય આરોપી અને અનેક પ્રશ્નોના જવાબ સુધી પહોંચી શકાયું નથી. પોલીસને એક મોટી સફળતા મળી છે કે, પેપર ફોડનારી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરાઈ છે. હરિયાણાના સોનીપતનો એક આરોપી વિનય અરોરા અને કર્ણાટકના બે આરોપી મહાદેવ દત્તાત્રેય અસ્તુરે અને વિનોદ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. જો કે ચોથો મુખ્ય સૂત્રધાર દિલ્હીનો વિનોદ છીકારા હાલમાં ફરાર છે. આ વિનોદ છિકારાએ ખોટા દસ્તાવેજોના આધારે દિલ્હી પોલીસમાં નોકરી મેળવી હતી. જો કે બાદમાં તેને ડિસમિસ કરવામાં આવ્યો હતો. આ ચારની સાથે પેપર ચોરી કરવા ગયેલો મેહમુદ પણ સામેલ છે જો કે તે પણ હજુ ફરાર છે.

જુઓ VIDEO :

Click on your DTH Provider to Add TV9 Gujarati