AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિઠ્ઠલ રાદડિયા, હરિ ચૌધરી અને પ્રભાતસિંહ ચૌહાણની ભાજપે ટિકીટ કાપી, જાણો કોને મળી તેમના સ્થાનો પર ટિકીટ ?

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ રહી છે. કોંગ્રેસ થી લઈ ભાજપ પોતાના ઉમેદવારોની પસંદગી માટે ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને મૂંઝવણમાં છે. ભાજપે અત્યાર સુધી બે યાદીમાં 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ત્યારે આજે વધુ એક યાદીમાં ગુજરાતની ત્રણ સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે બનાસકાંઠા, પોરબંદર અને પંચમહાલ બેઠકને લઇને […]

વિઠ્ઠલ રાદડિયા, હરિ ચૌધરી અને પ્રભાતસિંહ ચૌહાણની ભાજપે ટિકીટ કાપી, જાણો કોને મળી તેમના સ્થાનો પર ટિકીટ ?
| Updated on: Mar 27, 2019 | 9:22 AM
Share

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ રહી છે. કોંગ્રેસ થી લઈ ભાજપ પોતાના ઉમેદવારોની પસંદગી માટે ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને મૂંઝવણમાં છે. ભાજપે અત્યાર સુધી બે યાદીમાં 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ત્યારે આજે વધુ એક યાદીમાં ગુજરાતની ત્રણ સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

ભાજપે બનાસકાંઠા, પોરબંદર અને પંચમહાલ બેઠકને લઇને પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠા સીટ પરથી ભાજપે પરબત પટેલની ટિકીટ આપી છે, જ્યારે પોરબંદર બેઠક પરથી રમેશ દ્યડૂકને ટિકીટ મળી છે અને પંચમહાલ સીટ પર રતનસિંહને ટિકીટ આપી છે.

પોરબંદર બેઠક પરથી રમેશ દ્યડૂકનું નામ જાહેર થતાં રાદડિયા પરિવારને ટિકિટ મળી નથી. બનાસકાંઠાથી કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીની ટિકિટ કપાઈ છે, જ્યારે પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણનું પત્તુ કપાયું છે. અત્યાર સુધી ભાજપે ગુજરાતમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પછી ભાજપમાં ફરી એક વખત વિરોધનો સૂર શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો : આમ્રપાલી ગ્રુપ પર મહેન્દ્ર સિંહ ધોની વરસ્યાં, રૂ. 40 કરોડ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

ગુજરાતમાં ઉત્તર ગુજરાતની 10 સીટોને લઇને કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગીને લઇને ચિંતામાં છે. ત્યારે ભાજપે આજે ભારે ચર્ચા વિચારણા કર્યા બાદ 3 સીટો પરથી પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે, ભાજપના આ ઉમેદવારો સામે કોંગ્રેસ આ સીટો ઉપર ક્યા ઉમેદવારોને ટિકીટ આપે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">