લોકસભા પહેલાં કોંગ્રેસ માંથી વધુ એકે છોડ્યો હાથ, ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ હવે કેસરિયો ધારણ કરશે

ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલાં વધુ એક ફટકો લાગી રહ્યો છે. 3 દિવસ પહેલા જ માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી. કોંગ્રેસમાં પક્ષપલ્ટો કરવાની પ્રક્રિયા હજી રોકાઇ નથી. આજે કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. આજે ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ગાંધીનગર જઇને […]

લોકસભા પહેલાં કોંગ્રેસ માંથી વધુ એકે છોડ્યો હાથ, ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ હવે કેસરિયો ધારણ કરશે
Follow Us:
| Updated on: Mar 11, 2019 | 5:53 AM

ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલાં વધુ એક ફટકો લાગી રહ્યો છે. 3 દિવસ પહેલા જ માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી. કોંગ્રેસમાં પક્ષપલ્ટો કરવાની પ્રક્રિયા હજી રોકાઇ નથી. આજે કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે.

આજે ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ગાંધીનગર જઇને વિધિવત રીતે ભાજપમાં જોડાઇને કેસરિયો ધારણ કરશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા આઇકે જાડેજા, કે.સી. પટેલની હાજરીમાં ભાજપમાં જોડાશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ખાસ વાત એ છેકે ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતું. ત્યારથી તેમની ભાજપમાં જોડાવવાની વાત સામે આવી રહી હતી.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણીમાં આ પાંચ રાજ્યોનું પરિણામ નક્કી કરશે 2019માં વડાપ્રધાન માટેનું પદ, શું છે બેઠકોનું સમીકરણ ?

2017માં પરસોત્તમ સાબરિયા ધ્રાંગ્ધ્રા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા અને તેમના પર વિધાનસભામાં કેનાલના ભ્રષ્ટાચારના કેસમા પ્રશ્ન ન પુછવાનો આરોપ લાગ્યા હતા. આ ઘટનામાં તેમનો પણ હાથ હોવાની ગંધ આવી રહી હતી. કેનાલના ભ્રષ્ટાચારના કેસમાં આરોપીઓના કારણે પરસોત્તમ સાબરિયાની ચાલુ ધારાસભ્ય પદેથી તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">