Local Body Election Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પહેલા ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ આવ્યો સામે!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે.ઉમેદવારો મતદારોને રીઝવવા વિસ્તારમાં નીકળ્યા છે. ત્યારે ટીવી નાઈન ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં ઉમેદવારોની કર્મ કુંડળી સામે આવી છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના કેટલા ઉમેદવારો એવા ચેહરા સામે આવ્યા છે કે જેમના વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયા છે. કોણ છે એ ઉમેદવારો જોઈએ આ લેખમાં.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે અને મતગણતરી 28 એપ્રિલ 2026 ના રોજ કરવામાં આવશે. આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતો છે.
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના BJP, Congress અને AAPના 526 ઉમેદવારમાંથી 47 ઉમેદવાર વિરુદ્ધ IPC અને BNSની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઘણા ઉમેદવારો વિરુદ્ધ રાયોટીંગ, મારામારી, ધાક-ધમકી, કાવતરું ઘડવું, છેતરપિંડી, વિશ્વાસઘાત, પ્રોહિબિશન, જુગારધારા હેઠળ, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવું જેવા અનેક ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જે બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને બાદમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પણ ફરિયાદો થયેલી છે. જેમાં કોંગ્રેસના 28 ઉમેદવાર, આમ આદમી પાર્ટીના 13 ઉમેદવાર અને ભાજપના 5 ઉમેદવાર વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
કોંગ્રેસ ના ઉમેદવાર વિરુદ્ધ ગુના નોંધાયા હોવા મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પ્રતિક્રિયા લેતા કહી રહ્યા હતા કે લોકતંત્રમાં સ્વચ્છ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ આવે એ આવકારદાયક છે. જેમાં કોંગ્રેસના ઉમેદવારો પર મોટા ભાગના કેસ સરકાર સામે જનતાના મુદ્દે લડવા અંગેના હોઈ શકે છે. જ્યારે ભાજપના ઉમેદવારો સામે ગેરકાયદે બાંધકામ, આર્થિક ગુના, છેતરપિંડી, ખનિજ ચોરી, માટી ચોરીના કેસો હશે તેવો આરોપ મનીષ દોશીએ લગાવ્યો છે.
ત્યારે બીજી બાજુ ભાજપના પ્રવક્તા અનિલ પટેલનું કહેવું છે કે દિલ્હીથી આવેલ અરાજકતા વાળી પાર્ટી છે. જેણે 280થી વધુ ટિકિટ આપનાર ગુનેગાર છે. જ્યારે કોંગ્રેસ કેટલાક ઉમેદવારથી ડર છે એટલે ઉમેદવારને સંતાડવાની કોશિશ કરે છે જેમાં ઘણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જોકે ભાજપ ક્રીમિલને માનસિકતા ધરાવતા ટિકિટ નથી આપતી, પરતું કોંગ્રેસ અને ભાજપના પ્રવકતા કરેલ પ્રતિક્રિયા માત્ર એકબીજા પર આક્ષેપ છે પણ પોલીસ ચોપડે નોંધાયેલ ગુનાની યાદી પરથી જોઈ શકાય છે કે કેટલા ઉમેદવાર વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
ઉમેદવારોનો ગુનાહીત ઈતિહાસ
બોડકદેવ વોર્ડ – 19
1. ઉમેદવાર નામ – જીતેન્દ્ર ત્રિકમલાલ શર્મા – કોંગ્રેસ – વર્ષ 2020નો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો ગુનો – ધ ઈપીકો કલમ – 153,(ખ)(1)(ગ), 505(ર), 114, ધ એન્ડ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન એક્ટ -1867 કલમ 3 અને 12
નરોડા વોર્ડ – 12
2. ઉમેદવાર નામ – જીગર વ્યાસ ઉર્ફે મહારાજ – કોંગ્રેસ – વર્ષ 2022નો નરોડા પોલીસ સ્ટેશનનો ગુનો – બોલાચાલી, ઝઘડો કરી, મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ
3.ઉમેદવાર નામ – ગૌતમ બિપીનચંદ્ર ત્રિવેદી – આમ આદમી પાર્ટી, ત્રણ ગુના નોંધાયેલા છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 2024માં BNS કલમ 78(1), 351(1) મુજબ ધમકી અને મહિલાનો પીછો કરવાનો ગુનો નોંધાયેલ છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનમા 2025માં BNS કલમ 308(2), 51(2), 296(b)-61(2) મુજબ ખંડણી, ધમકી અને જાહેર શાંતી ભંગ બદલ ગુનો નોંધાયેલ છે.
સરદારનગર વોર્ડ – 11
4.ઉમેદવાર નામ- ઓમ પ્રકાશ દરોગા પ્રસાદ તિવારી – કોંગ્રેસ – વર્ષ 2024નો મણિનગર પોલીસ સ્ટેશનનો ગુનો – 125,126(2), 189(2), 221, 61 – રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધોને ખડન કરવું અને કાયદો અને વ્યવસ્થા જાળવતા લોકસેવકોની સુરક્ષા અને ફરજ નિષ્ઠાનું ખંડન બદલ ગુનો.
5.ઉમેદવાર નામ- કંકુ નટવરભાઈ પટણી – આમ આદમી પાર્ટી વર્ષ 2018 સરદારનગર પોલીસ સ્ટેશનનો ગુનો – IPC કલમ 33-4(b), 33-5,33-7,43-286 ગેરકાનુની દિવાની કેસ અને વિસ્ફોટક પદાર્થ સાથે બેદકારીપૂર્વક વર્તવા બદલ ગુનો.
કુબેરનગર વોર્ડ – 14
6.ઉમેદવાર નામ- નિકુલસિંહ કમલ્સિંહ તોમર – કોંગ્રેસ – વર્ષ 2014 થી 2024 સુધીમાં 6 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં શહેરકોટડા, માધુપુરા, મેઘાણીનગર, કારંજ અને સુરતમાં ધમકી, મારામારી, ખંડણી સહિતના કુલ 6 ગુનો નોંધાયેલા છે.
ચાંદખેડા વોર્ડ – 03
7. ઉમેદવાર નામ- યશકુમાર જયંતીલાલ જાદવ – ભાજપ પાર્ટી – ગાંધીનગર સેક્ટર -7 પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.
8. ઉમેદવાર નામ- રાજશ્રી વિજયકુમાર કેસરી – કોંગ્રેસ પાર્ટી – IPC કલમ 143,147,149,152,186,324,332 મુજબ ગેરકાયેદસર મંડળી, હુલ્લડ, જાહેર ફરજ બજાવતા સરકારી કર્મચારીને રૂકાવટ જેવા ગુના નોંધાયેલા છે.
9. ઉમેદવાર નામ- સુબોધ બળદેવભાઈ કુમુદ – કોંગ્રેસ પાર્ટી – ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં IPC 143, 149, 188 અને જી.પી. એક્ટ કલમ 135(1),110,117 મુજબ ગુનો નોંધાયેલ હતો જેમાં અપીલ પડકારતા હાલ અપીલ પેન્ડિંગ છે.
ઓઢવ વોર્ડ – 40
10.સુરેખાબેન રાજેન્દ્રભાઈ ચૌધરી – કોંગ્રેસ પાર્ટી – ઓઢવ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં બી.એન.એસની કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે.
11.કપિલ ભગવાનભાઈ દેસાઈ – કોંગ્રેસ પાર્ટી – અમદાવાદના ઓઢવ,બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર સભા કરવી, સરકારી કામમાં અવરોધ, જાહેરનામા ઉલ્લખન ફરિયાદ નોધાઇ છે, વલસાડ અને સુરત ગ્રામ્ય કડોદરા જીઆઇીડીસીમાં બે ફરિયાદ દાખલ થઇ છે જેમાં કાવતરુ ઘડવુ અને ખોટી માહિતી,અફવા ફેલાવવાથી લોકોમાં ભય ડર કે દુશમનાવટ પેદા કરવાની ફરિયાદ થઇ છે.
વિરાટનગર વોર્ડ – 25
12. ઉમેદવાર નામ- રવિ જયંતીભાઇ સોરઠીયા – કોંગ્રેસ પાર્ટી – નિકોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021મા પ્રોહિબિશન ગુનો નોંધાયેલ છે.જેમાં દારૂ પીધેલ હાલતમાં મળ્યા હતા.
13. હાર્દીક મુકેશ ખોખર – આમ આદમી પાર્ટી – બાપુનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 માં એન.સી ફરિયાદ દાખલ થઇ છે.
ઇસનપુર વોર્ડ -45
14. ઉમેદવાર નામ -કુસુમબેન કનુભાઈ ચૌહાણ – કોંગ્રેસ પાર્ટી – ઓઢવ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં IPC કલમ 188 સરકારી અધિકારી દ્વારા જાહેર કરાયેલા કાયદેસર આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.
15. ઉમેદવાર નામ- મેહુલ ત્રિલોક પ્રજાપતિ – કોંગ્રેસ પાર્ટી – એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 માં IPC કલમ 354B, 452, અને 506(2) એ મહિલાઓની સુરક્ષા અને ગંભીર ગુનાઓ એટલે કે મહિલાને કપડાં ઉતરાવવાના ઇરાદે હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવાની ફરિયાદ નોંધાઈ છે.
16. ઉમેદવારનું નામ – મમતા મનોજ કોરી – આમ આદમી પાર્ટી – નારોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 માં ipc કલમ 384,506(2),114 હેઠળ ગુનો જેમાં ધમકી અને ખંડણીની ફરિયાદ નોંધાઈ છે.
દાણીલીમડા વોર્ડ – 36
17. ઉમેદવાર નામ – શેહઝાદખાન નસીર ખાન પઠાણ – કોંગ્રેસ પાર્ટી – વર્ષ 2017 થી 2024 માં પાંચ જેટલા ગુના નોંધાયા છે , ઇસનપુર , કારંજ અને પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. જેમાં IPC કલમ 143, 147, 149 ગેરકાયદેસર મંડળી, રમખાણ અને સામાન્ય ઈરાદો,કલમ 188 જાહેરનામાનો ભંગ, કલમ 307 ખૂનની કોશિશ અને કલમ 332/333 જાહેર સેવકને ફરજ બજાવતા અટકાવવા ઈજા પહોંચાડવી,કલમ 506(2) જાનથી મારી નાખવાની ધમકી અને 120(બી): ગુનાહિત કાવતરું ગુનો નોંધાયો છે.
નવા વાડજ વોર્ડ – 6
18.ઉમેદવાર નામ – રમીલાબેન અર્જુનભાઇ ડાભી – કોંગ્રેસ પાર્ટી – નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંઘાયો છે.
19.મહેશ્વરી જીવણભાઇ વાસુભાઇ – આમઆદમી પાર્ટી – નારણપુરા પોલીસ સ્ટેશન વર્ષ 2006 ગુનો દાખલ થયેલ છે.
સરસપુર વોર્ડ – 27
20. ઉમેદવારનું નામ – અર્ચનાબેન કાંતિભાઈ મકવાણા – કોંગ્રેસ પાર્ટી – કારંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં ipc 143,188,294 કલમ હેઠળ ગેરકાયદેસર મંડળી ,જાહેરનામનો ભંગ અને જાહેર સ્થળ પર અશ્લીલ કૃત્યોની ફરિયાદ નોંધાઈ છે.
21. ઉમેદવારનું નામ – મહેશભાઈ છનાભાઈ ઠાકોર – કોંગ્રેસ પાર્ટી – શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013 થી 2019 સુધીમાં 3 ગુના નોંધાયા છે.
22. ઉમેદવાર નું નામ – ભુપેન્દ્રભાઈ રમણલાલ ડાભી , આમ આદમી પાર્ટી – શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015માં ગુનો દાખલ થયો હતો.
રામોલ હાથીજણ વોર્ડ – 48
23. ઉમેદવારનું નામ – નારાયણ ભરવાડ કોંગ્રેસ પાર્ટી – વસ્ત્રાપુર , નવરંગપુરા, ખોખરા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018થી 2025 સુધીમાં 6 ગુના નોંધાયા છે. જેમાં ગેરકાયદેસર મંડળી રચવી, હુલ્લડ, જાહેર કર્મચારી ને અવરોધ બનવું , સાર્વજનિક મિલકતોને નુકસાન પહોંચાડવાના અધિનિયમ કલમ , ધમકી, છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
24. ઉમેદવારનું નામ – સંદીપકુમાર શર્મા – આમ આદમી પાર્ટી – અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં જાહેરનામા ભંગ અને સાર્વજનિક મિલકતોને નુકસાન પહોંચાડવાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
25. ઉમેદવારનું નામ – મેહુલ ભરવાડ – આમ આદમી પાર્ટી – વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006 માં મારામારી અને ઝઘડા હેઠળ ગુનો નોંધાયો છે.
લાંભા વોર્ડ – 46
26. ઉમેદવારનું નામ – ઘનશ્યામ હિંમતસિંહ પરમાર – કોંગ્રેસ પાર્ટી – એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો જેમાં IPC 115(2), 117(2), 189(2), 190, 191(3), 324(2) મુજબ ગેરકાયદેસર મંડળી રચી, સ્વેચ્છા ગંભીર ઇજા પહોચાડવી, હિંસા ,મારપીટ અને ગેરકાયદેસર ગતિવિધિઓ હેઠળ ગુનો નોંધાયો છે.
27. ઉમેદવારનું નામ – ચિરાગ મુકેશભાઈ ઠાકોર – કોંગ્રેસ પાર્ટી – ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે.
28. ઉમેદવારનું નામ – જ્યોત્સનાબેન ખુશાલભાઈ તપોધન – આમ આદમી પાર્ટી – નારોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં N.C ગુનો દાખલ થયેલ છે.
ગોતા વોર્ડ – 1
29. ઉમેદવારનું નામ – જલય અશોકભાઈ ચૌહાણ – કોંગ્રેસ પાર્ટી – ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 માં પ્રોહીબિશન નો કેસ નોંધાયેલ છે જે દારૂ પીધેલા મળી આવેલ હતા.
જોધપુર વોર્ડ – 20
30. ઉમેદવારનું નામ – વિનોદભાઈ ડાહ્યાભાઈ પટેલ – ભાજપ પાર્ટી – બોપલ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા છે જે પૈકી વર્ષ 2015-2016 માં બે અલગ ગુના જુગાર રમવા બાબતના અને વર્ષ 2019 માં બનાવટી દસ્તાવેજો ના આધારે છેતરપિંડી ફરિયાદ નોંધાઈ છે.
બહેરામપુરા વોર્ડ – 35
31. ઉમેદવારનું નામ – દીનાબેન ચંદ્રકાંત ભાઈ પરમાર – કોંગ્રેસ પાર્ટી – દાણીલીમડા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એમ અલગ અલગ બે ગુના નોંધાયા છે.
ખાડિયા વોર્ડ – 28
32. ઉમેદવારનું નામ મુકેશભાઈ ગોરાભાઈ ચૌહાણ – આમ આદમી પાર્ટી – ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 2021માં ગુનો નોંધાયો છે.
વાસણા વોર્ડ – 31
33. ઉમેદવારનું નામ – પ્રતાપભાઈ ભીખાભાઈ રાણા – ભાજપ પાર્ટી – એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં 2021માં ગુનો નોંધાયો હતો.
બાપુનગર વોર્ડ – 26
34. ઉમેદવાર નું નામ – ભગીરથસિંહ જદુવરસિંહ જાડેજા – આમ આદમી પાર્ટી – બાપુનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 માં મારામારી ,ધમકી અને જીપી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે.
ઇન્ડિયા કોલોની વોર્ડ – 22
35. ઉમેદવારનું નામ – અલકાબેન પવન કુમાર પટેલ – કોંગ્રેસ પાર્ટી – બાપુનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 અને વર્ષ 2025 હેઠળ મારમારી,ધમકી , એટ્રોસિટી એક્ટ મુજબ અલગ અલગ બે ગુના નોંધાયા છે.
36. ઉમેદવારનું નામ – સંજયકુમાર અમૃતલાલ બારોટ – કોંગ્રેસ પાર્ટી – એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 માં સ્વૈચ્છિક રીતે કોઈને હાનિ પહોંચાડી , ગેરકાયદેસર મંડળી રચવી , રાયોટિંગ, અને સંમતિથી કરેલા કૃત્યો મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
37. ઉમેદવારનું નામ -ભાવેશ પાંચાભાઇ પટેલ – આમ આદમી પાર્ટી – બાપુનગર, રાણીપ અને નારોલ પોલીસ સ્ટેશનમાં કુલ 4 ગુના નોંધાયા છે જેમાં મારામારી , ધમકી , ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને જી.પી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
38. ઉમેદવારનું નામ – અમઝદખાન જુનેદખાન પઠાણ – આમ આદમી પાર્ટી – રાણીપ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ દાખલ થઇ છે જેમાં જાહેરનામાં ભંગ ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને જી.પી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
ગોમતીપુર વોર્ડ – 38
39. ઉમેદવારનું નામ – ઉદયકુમાર મહેન્દ્રભાઇ પટેલ – ભાજપ પાર્ટી – ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 3 ગુના નોધાયા છે જેમાં મારમારી, ઝઘડો, ગેરકાયદેસર મંડળી રચવી, હુલ્લડ, પોહિબ્રિશન સહિત ગંભીર પ્રકારના ગુના નોંઘાયા છે.
40. ઝુલ્ફીકારખાન તૌફિકખાન પઠાણ – કોંગ્રેસ પાર્ટી – રખિયાલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં ગુનો દાખલ થયેલ છે. જેમાં ગંભીર ઇજા પહોચાડવી,જોખમી કૃત્યો કરવા,હુમલો કરવા બાબત સહિતની ફરિયાદ થયેલ છે.
41. ઉમેદવારનું નામ – દેવેન્દ્ર નટવરલાલ વીસનગરી – કોંગ્રેસ પાર્ટી – ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મારામારી,ઘમકીની ફરિયાદ છે આ સાથે જ 3 વખત જુગારઘારા કેસ થયા છે.
42. અમજદખાન જુનેદખાન પઠાણ – આમ આદમી પાર્ટી – રાણીપ પોલીસ સ્ટેશનમાં બે ગુના નોઘાયા છે.જેમાં જાહેરનામાં ભંગ, જીપી એકટ,ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ છે.
સરસપુર વોર્ડ – 27
43. ચિરાગ ગુણવંતભાઇ ઠાકોર – ભાજપ પાર્ટી – રખિયાલ પોલીસ સ્ટેશનમાં અલગ બે ગુના નોઘાયા છે,જેમાં ગેરકાયદેસર મંડળી રચવી,હિંસા,રાયોટિંગ,ઘમકી,મારામારી અને એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ દાખલ થયેલ છે.
ખોખરા વોર્ડ – 44
44. સંજય મંગલભાઇ ગઢવી – કોંગ્રેસ પાર્ટી – ખોખરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 7 જેટલી ફરિયાદ નોઘાઇ છે.
ભાઇપુરા-હાટકેશ્વર વોર્ડ – 43
45. તિલકરામ રામસુરત તિવારી – કોંગ્રેસ પાર્ટી – અમરાઇવાડી પોલીસ સ્ટેશન વર્ષ 2020 અને 2021માં બે ગુના નોઘાયા છે,જેમાં પ્રોહિબિશન,સરકારી કામમાં રૂકાવટ, ધમકી આપવી, ગુનામાં સહભાગી થવુ, કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગ ગુનો નોઘાયો છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસની કલમ ધમકી આપી હુમલો કરવો,સરકારી કર્મચારી ઇજા પહોચાડવી સહિતની કલમ હેઠળ ગુનો નોઘાયો છે.
મકતમપુરા વોર્ડ – 34
46. મીરઝા હાજી અસરાર બેગ (પુર્વ કોર્પોરેટર) – કોંગ્રેસ પાર્ટી – વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્બલિક પ્રોપટીને નુકશાન કરવું, ગેરકાયદેસર સભાનુ ભાગ બનવુ,જાહેરનામાં ભંગ અને ગાળો બોલવા,પબ્લીક પ્રોપર્ટી એકટ હેઠળ બાબતે ફરિયાદ છે.
47. હિતેન્દ્ર વીનોદરાય પીઠડીયા – કોંગ્રેસ પાર્ટી – વેજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી, ઘમકી આપવાની ફરિયાદ નોંઘાઇ છે, તેમજ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે જેમાં મહિલા વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલવા, ધર્મની ભાવનાને ઠેસ પહોચડવાની, ખોટી સોશિયલ મિડિયા પોસ્ટ બનાવવા હેઠળ આઇટી એકટ ફરિયાદ નોંઘાઇ છે.