AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લેખક ધૂમકેતુની ‘પોસ્ટઓફિસ’ નામની ટુંકીવાર્તા હજુ પણ લોકોને છે યાદ, 12 ડિસેમ્બરે જન્મદિવસે ગોંડલવાસીઓ કરે છે ખાસ યાદ

ધૂમકેતુ એટલે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ગૌરીશંકરએ ગોવર્ધનરામ જોશીના ત્રીજા પુત્ર હતા. તેમનો જન્મ તા. 12 મી ડિસેમ્બર 1892ના રોજ સૌરાષ્ટમાં જલાબાપાની તપોભૂમિ, વીરપુર ગામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ વીરપુરમાં જ 1914માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. પછીનું ઉચ્ચ શિક્ષણ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અને 1920માં મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક થયા, સંસ્કૃત અને અંગ્રેજી મુખ્ય વિષયો સાથે, અમદાવાદમાં શિક્ષક […]

લેખક ધૂમકેતુની 'પોસ્ટઓફિસ' નામની ટુંકીવાર્તા હજુ પણ લોકોને છે યાદ, 12 ડિસેમ્બરે જન્મદિવસે ગોંડલવાસીઓ કરે છે ખાસ યાદ
ફાઈલ ફોટો
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 13, 2020 | 12:24 AM
Share

ધૂમકેતુ એટલે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ગૌરીશંકરએ ગોવર્ધનરામ જોશીના ત્રીજા પુત્ર હતા. તેમનો જન્મ તા. 12 મી ડિસેમ્બર 1892ના રોજ સૌરાષ્ટમાં જલાબાપાની તપોભૂમિ, વીરપુર ગામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ વીરપુરમાં જ 1914માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. પછીનું ઉચ્ચ શિક્ષણ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અને 1920માં મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક થયા, સંસ્કૃત અને અંગ્રેજી મુખ્ય વિષયો સાથે, અમદાવાદમાં શિક્ષક તરીકે રહેલા ધૂમકેતુ સૌરાષ્ટ્રના ગોંડલ શહેરમાં પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. અમેરીકામાં પ્રકાશીત થતું “stories from many lands”માં તણખા મંડળ -1 માંથી “પોસ્ટ ઓફીસ” નામક વાર્તાને સ્થાન મળ્યુ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એ ‘ટેનટેલ’ નામની શ્રેષ્ઠ પસંદ કરેલી 10 વાર્તામાં પણ “પોસ્ટ ઓફીસ”નુ સ્થાન છે. “પોસ્ટ ઓફીસ” વાર્તામાં અલીડોસાના પુત્રી-પુત્ર વિરહનો વલોપાત આલેખાયેલો છે તે વિચારબીજ ગોંડલની એક જૂની પોસ્ટઓફીસ પરથી છે. 11- માર્ચ 1965માં અમદાવાદ ખાતે તેમનું અવસાન થયુ હતુ.

Lekhak dhumketu ni postoffice name ni tunkivarta haju pan loko ne che yad 12 december e janmdivas e gondalvasio kare che khas yad

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીચેનો ફોટો શું છે જાણો છો?

આ કોઈ મામૂલી જગ્યા નથી. ગુજરાતી ભાષાના ધૂરંધર લેખક ધુમકેતુની વાર્તાની પોસ્ટ ઓફિસ છે, જે હાલ ગોંડલમાં અહીં દર્શાવેલ હાલતમાં જોઈ શકાય છે. જે ઈન્ટેન્સિટી “પોસ્ટઓફિસ”ની ટૂંકી વાર્તામાં હતી, તેનો જોટો જડવો મુશ્કેલ છે. કદાચ તેનું કારણ આ એક સત્યઘટના હોવાનું પણ છે. દુનિયાની નજરે આ વાર્તા હતી પરંતુ તે સત્ય ઘટના હતી. અલી ડોસો અને તેની સાસરે વળાવેલ દિકરી મરિયમ વચ્ચેના સંવેદનાના સબંધની સાચી ઘટનાં હતી. ગોંડલ રાજમાં કોચમેન તરીકે નોકરી કરતો અલી શિકારી પણ હતો, તેતરના બચ્ચાને મારી તેતર તડફડે એ જોઈ આનંદ લેતો દિકરીના વિયોગ બાદ અલીડોસાએ શિકાર છોડી દીધો. અલીડોસો તેની દીકરીને સાસરે વળાવ્યા પછી કોઈ વાવડ ન હોવાથી ગુંદાળા દરવાજાથી આ જુની પોસ્ટ ઓફિસે દરરોજ તે દિકરી મરિયમની ચિઠ્ઠી આવી કે નહીં તે પૂછવા આવતો (જમાઇની બ્રિટિશ લશ્કરમાં પંજાબમાં નોકરી હતી).

Lekhak dhumketu ni postoffice name ni tunkivarta haju pan loko ne che yad 12 december e janmdivas e gondalvasio kare che khas yad

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોસ્ટમાસ્તર ના પાડે એટલે નિરાશ થઈને પાછો ફરતો. આવી રીતે લાંબો સમય પૂછવા આવ્યા બાદ તે આવતો બંધ થયો હકીકતે તે મૃત્યુ પામ્યો હતો. થોડાં સમય બાદ તેની દીકરી મરિયમની ચિઠ્ઠી આવે છે. પોસ્ટમાસ્તર તેને રૂબરૂ આપવા જાય છે, ત્યારે તેને ખબર પડે છે કે અલીડોસો મૃત્યુ પામ્યો છે. ઉપરોક્ત સાચી ઘટનાની સાક્ષી એવી નીચેની તસવીર છે. આજે પણ રાત્રિની નીરવ શાંતિમાં પોસ્ટઓફિસની આજુબાજુના કચરામાં અલીડોસો તેની દીકરીની ચિઠ્ઠી ગોતતો હોઈ તેવો ભાસ થાય છે. ઉપરની તસવીર જૂની જર્જરીત થઈ ગયેલ પોસ્ટ ઓફિસે બિલ્ડીંગની છે. તે જુઓ અને “પોસ્ટઓફિસ” ને યાદ જરૂર કરજો.

Lekhak dhumketu ni postoffice name ni tunkivarta haju pan loko ne che yad 12 december e janmdivas e gondalvasio kare che khas yad

ગોંડલના રહેવાસી સુખદેવસિંહ જાડેજા કહે છે “દસ શ્રેષ્ઠ વાર્તાઓમાં ધૂમકેતુની વાર્તા The Letter.. ગુજરાતીમાં જે પોસ્ટ ઓફિસથી પ્રખ્યાત થઈ હતી, તેને સાતમો નંબર મળેલો, ગોંડલમાં એનો કૌટુંબિક પરિવાર વસે છે. આ જુની પોસ્ટ ઓફિસના સામે જે ચોક આવેલો છે તેને ધૂમકેતુ ચોક નામ આપવામાં આવ્યું છે. ધૂમકેતુના એક દિકરા ઘનશ્યામ ભાઈ નામ હતું તે અમદાવાદ સ્થાયી થયેલા. જે પ્રસંગોએ અહીં હાજરી આપતાં ત્યારે મારે અચુક એને મળવાનું બનતું”

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">