નડીયાદમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો

નડીયાદમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
Legal Education Program under "Azadi Ka Amrut Mahotsav" organized by District Legal Services Authority, District Court in Nadiad

મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કન્યાઓ-મહિલાઓની મદદ અને સુરક્ષા માટે સરકારના પોલીસ વિભાગ દ્વારા કાર્યરત અભયમ હેલ્પલાઈન તથા સંકટના સમયે કોઇપણ દીકરી કે મહિલા પોલીસ વિભાગનો સંપર્ક કરે

Dharmendra Kapasi

| Edited By: Utpal Patel

Oct 16, 2021 | 2:05 PM

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ખેડા-નડીઆદ દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી અપાઇ.

અને, છેક છેવાડાના નાગરિકો સુધી પહોચે તે હેતુસર સમગ્ર ખેડા જિલ્લામાં જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે મુજબના કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેનાં ભાગરૂપે આજે સેંટ મેરીસ હાઈસ્કુલ નડીઆદ ખાતે કન્યાઓ-મહિલાઓ માટેના કાયદાઓનું શિક્ષણ, SELF DEFENCE TECHNIC તથા કરાટે શિક્ષણનું મહત્વ વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લ ન્યાયાલય, ખેડા-નડીઆદના સેક્રેટરી અને જજે કન્યાઓ-મહિલાઓ માટેના અસરકારક કાયદાઓ, કન્યાઓ-મહિલાઓ માટે ઉપલબ્ધ મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય વિષે તથા કન્યાઓ અને મહિલાઓએ પોતાનો સ્વબચાવ કરવા માટે હરહંમેશ જાગૃત રહેવા અને તે માટે જરૂરી કરાટે કે અન્ય સ્વબચાવ માટેની તાલીમ મેળવવા માટે અપીલ કરી હતી,

મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કન્યાઓ-મહિલાઓની મદદ અને સુરક્ષા માટે સરકારના પોલીસ વિભાગ દ્વારા કાર્યરત અભયમ હેલ્પલાઈન તથા સંકટના સમયે કોઇપણ દીકરી કે મહિલા પોલીસ વિભાગનો સંપર્ક કરે તો તેવા સમયમાં સ્થાનિક પોલીસ દ્વારા મહિલાઓની  મદદ અને સુરક્ષા માટે કેવી અસરકારક કામગીરી કરવામાં આવે છે તેની સમજ આપી હતી.

તથા મહિલા પોલીસ સ્ટેશન નડીઆદની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓ કન્યાઓ-મહિલાઓને શાળા, કોલેજ કે નોકરી-ફરજના સ્થળે કોઈપણ સમયે અવર-જવર કરતી વખતે બસ-ટ્રેન, ઓટોરીક્ષા-ટેક્સીમાં કે પોતાના ખાનગી ટુ વ્હીલર, ફોર વ્હીલરમાં એકલ-દોકલ પ્રવાસ કરતી વખતે છેડતી, શારીરિક અડપલા, વિભસ્ત ચેનચાળા, ચોરી-લુંટ વિગેરે જેવા બનાવ બને કે પછી તેવો અણસાર આવે તો તેવા સમયે સાવચેત થઈને પોતાનો સ્વબચાવ કઈ રીતે કરવો, આજુબાજુના લોકો અને પોલીસની મદદ કઈ રીતે મેળવવી તે બાબતની વિસ્તૃત સમજ અને  જાણકારી  લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા આપવામાં આવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati