આગામી 5 માર્ચે શરૂ થનારી સાગર પરિક્રમા વિશે જાણો તમામ માહિતી અહીંયા

'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે, ગુજરાતના માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકથી પરિક્રમા શરૂ થશે. ત્યારબાદ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને દેશના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તબક્કાવાર આ પરિક્રમાનું આયોજન કરાશે

આગામી 5 માર્ચે શરૂ થનારી સાગર પરિક્રમા વિશે જાણો તમામ માહિતી અહીંયા
Sagar Parikrama (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 4:08 PM

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Aazadi ka Amrut Mahotsav)ના ભાગરૂપે મત્સ્યોદ્યોગ વિભાગ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા સાગર પરિક્રમા યોજવામાં આવી રહી છે. જેનું કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી, પુરુષોત્તમ રૂપાલા (Purushottam Rupala) આગામી તા. 5 માર્ચના રોજ આ ‘સાગર પરિક્રમા’ (Sagar Parikrama)નું પ્રારંભ કરાવશે. દેશમાં, માછીમારી સમુદાયોની આજીવિકા અને દરિયાઈ જીવસૃષ્ટિની સુરક્ષા, દરિયાઈ મત્સ્ય સંસાધનોનો ઉપયોગ અને ટકાઉ સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ ‘સાગર પરિક્રમા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ સાગર પરિક્રમા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે મહાન નાવિકો અને વિજ્ઞાનિકો તરફ કૃતજ્ઞતા દર્શાવવા માટે યોજાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આત્મનિર્ભર ભારતની ભાવનાને અનુરૂપ, ગુજરાતથી શરૂ થતી આ સાગર પરિક્રમા તમામ માછીમારો, ખેડૂતો અને સંબંધિત લોકોની એકતા દર્શાવવા દરિયાકાંઠો ધરાવતા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે.

સાગર પરિક્રમામાં રાજ્યના મત્સ્યોદ્યોગ અધિકારીઓ, માછીમારોના વિવિધ પ્રતિનિધિઓ, ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, હોદ્દેદારો, વ્યાવસાયિકો, અધિકારીઓ અને વૈજ્ઞાનિકો ભાગ લેશે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
  1. કોસ્ટગાર્ડ, ફિશરીઝ સર્વે ઓફ ઈન્ડિયા, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને માછીમારોના વિવિધ પ્રતિનિધિઓના સહયોગથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી, પુરૂષોત્તમ રૂપાલા આગામી તા. 5 માર્ચના રોજ ‘સાગર પરિક્રમા’નું ઉદ્ઘાટન કરશે.
  2. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ગુજરાતના માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક (Shyamji Krishna Varma Memorial)થી શરૂ થતી આ સાગર પરિક્રમા દરિયાકાંઠાના માછીમારોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરાશે. ત્યારબાદ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને દેશના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તબક્કાવાર આ પરિક્રમાનું આયોજન કરવામાં આવશે.
  3. આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન અને ગાય-સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, કલ્પસર અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરી, ભારત સરકારના સચિવ જતીન્દ્ર નાથ સ્વૈન, ગુજરાતના મત્સ્યોદ્યોગ સચિવ, નલિન ઉપાધ્યાય અને કેન્દ્ર અને ગુજરાત સરકારના મત્સ્યદ્યોગ વિભાગના અધિકારીઓ, ભારતીય કોસ્ટગાર્ડ (Indian CoastGuard)ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
  4. આ દરમિયાન, દરિયાકાંઠાના માછીમારો, અને માછીમારી સાથે સંકળાયેલા ખેડૂતો, યુવા મત્સ્ય ઉદ્યોગ સાહસિકો વગેરેને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMSY), KCC અને રાજ્ય યોજના સંબંધિત પ્રમાણપત્રો અંગે મંજૂરી આપવામાં આવશે.
  5.  ભારતીય દરિયાકાંઠાના રાજ્યોની અર્થવ્યવસ્થા, સુરક્ષા અને આજીવિકા માટે મહાસાગરો મહત્વપૂર્ણ છે. આપણા દેશમાં 8118 કિમીનો દરિયાકિનારો છે, જે દરિયાકાંઠો ધરાવતા 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થાય છે અને લાખો દરિયાકાંઠાના માછીમારોને આજીવિકા પૂરી પાડે છે.
  6. આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, નાવિકો અને માછીમારોને શ્રદ્ધાંજલિ આપતા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ‘સાગર પરિક્રમા’ના કાર્યક્રમની પરિકલ્પના સાકાર કરવામાં આવી છે. આ પરિક્રમા ગુજરાત, દીવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં દરિયાઈ માર્ગ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ લક્ષદ્વીપ અને અંદામાન- નિકોબાર પ્રદેશ ખાતે યાત્રા પહોંચશે.
  7.  અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા ગુજરાત પાસે 1600 કિમીનો દરિયાકિનારો છે, જે 15 જિલ્લાઓમાંથી પસાર થાય છે. જેમાં વિવિધ સમુદ્ર આધારિત ઇકોસિસ્ટમ અને તેના વિકાસની તકો ભરપૂર પ્રમાણમાં રહેલી છે.
  8. ‘સાગર પરિક્રમા’નો પ્રથમ તબક્કો 5મી માર્ચ 2022ના રોજ માંડવીથી શરૂ થશે અને 6મી માર્ચ 2022ના રોજ પોરબંદર ખાતે સમાપ્ત થશે. સાગર પરિક્રમા માંડવીથી શરૂ કરીને, ગુજરાતના કચ્છ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારાના મુખ પર સ્થિત છે, જ્યાં રૂકમાવતી નદી કચ્છના અખાતને મળે છે, અને આ સમગ્ર દરિયાઈ માર્ગ આવરી લેવામાં આવશે.
  9. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાસાગરો વિશ્વની સૌથી મોટી ઇકોસિસ્ટમ છે, જે પૃથ્વીની સપાટીના લગભગ ત્રણ-ચતુર્થાંશ ભાગને આવરી લે છે, અને મહાસાગરો અનેક માછીમારો માટે આજીવિકા, આ ઉપરાંત, આબોહવા પરિવર્તન, વાણિજ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા અતિ અગત્યના વિકાસના મુદ્દાઓનો વ્યાપક સ્ત્રોત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત એ વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ મત્સ્ય ઉત્પાદન કરતું રાષ્ટ્ર છે.

આ પણ વાંચોઃ

ચાલુ યુદ્ધમાં કચ્છની મહિલા પાયલોટે યુક્રેનમાં પ્લેન લેન્ડ કર્યુ, એક કલાકમાં 242 વિદ્યાર્થીને લઇ ભારત પરત ફરી, જાણો તેના સાહસની વાત

આ પણ વાંચોઃ

પીએમ મોદીએ મેક્રોન સહિત ઘણા યુરોપિયન નેતાઓ સાથે વાત કરી, યુક્રેનમાં યુદ્ધ અને વાતચીતનો અંત લાવવાની હાકલ કરી

g clip-path="url(#clip0_868_265)">