મારું ગામ, મારી પંચાયત: કચ્છના આ ગામમાં કરોડોના કામોનો દાવો! ગટર અને એજન્ટોની સમસ્યાથી લોકો ત્રસ્ત

Kutch: કચ્છના માનકુવા ગામમાં 8 હજારથી વધુ મતદારો છે. અહીં દાવો કરવામાં આવે છે કે, ગામમાં શિક્ષણ,આરોગ્ય તથા રસ્તા મુદ્દે કરોડો રૂપિયાના કામો થયા છે.

મારું ગામ, મારી પંચાયત: કચ્છના આ ગામમાં કરોડોના કામોનો દાવો! ગટર અને એજન્ટોની સમસ્યાથી લોકો ત્રસ્ત
Mankuva village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 12:29 PM

Kutch: રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election) પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પણ શરુ થઇ ગઈ છે. તો TV9 ની ટીમ તમને દરરોજ એક નવા ગામની મુલાકાત કરાવે છે. ગામની શું સમસ્યા છે અને શું કામ થયા છે તેમજ ગ્રામજનોમાં ચૂંટણીને લઈને કેવો માહોલ છે, તે દરેક વાત જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આજે મુલાકાત લેવી છે કચ્છના (Kutch) માનકુવા (Mankuva) ગામની.

જી હા મારું ગામ, મારી પંચાયતમાં આજે આપણે વાત કરવાના છીએ કચ્છના માનકુવા ગામની. આ ગામમાં 8 હજારથી વધુ મતદારો છે. અહીં દાવો કરવામાં આવે છે કે, ગામમાં શિક્ષણ,આરોગ્ય તથા રસ્તા મુદ્દે કરોડો રૂપિયાના કામો થયા છે. જેને લઇ ગામ વિકાસશીલ ગામની યાદીમાં છે. તો બીજી તરફ ગામમાં ગટરના ગંદા પાણીની સમસ્યા 3 વર્ષથી છે જેના કાયમી નિકાલની ગામલોકો માગણી કરી રહ્યા છે.

વિકાસશીલ ગણાતા આ ગામમાં ગટર ઉપરાંત ટ્રાફિક, રખડતા ઢોર પણ ગામ લોકો માટે માથાનો દુઃખાવો બન્યા છે. ત્યારે મતદારોને આશઆ છે કે આગામી સમયમાં જે પણ સરપંચ આવે તે આ સમસ્યાનો ઉકેલ લાવશે. તમને જણાવી દઈએ કે વિકાસશીલ ગામના લોકો ગટરના પાણીની સમસ્યાથી હેરાન થઇ ગયા છે. તો 3 વર્ષથી સમસ્યાનું સમાધાન ન થયાનો દાવો પણ કરવામાં આવી રહ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગામજનોનું કહેવું છે કે ચોમાસામાં ગટરના પાણીના કારણે  બીમારી વધે છે. તો લોકોને સરકારી સહાય મેળવવામાં પરેશાની થયાનું અહીં જાણવા મળ્યું છે. આ સાથે ટ્રાફીક, સફાઈ, રખડતાં ઢોરનો સળગતો પ્રશ્ન સહીત ગામમાં એજન્ટ રાજ ચાલતું હોવાનો દાવો પણ કરવામાં આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતના કામ માટે એજન્ટને રૂપિયા આપવા પડે છે. તો એક ગ્રામજને જણાવ્યું કે જન્મ-મરણના દાખલા કઢાવવા માટે પણ એજન્ટને રૂપિયા આપવા પડે છે. સાથે જ ગંભીર આક્ષેપ છે કે અહીં લગ્ન નોંધણી માટે એજન્ટને 2 હજાર આપવા પડે છે.

જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.

રાજ્યભરમાં તો 19 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.

આ પણ વાંચો:ઘોર બેદરકારી: વરસાદમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં પાકની 25 હજાર ગૂણી પલળી ગઈ! સાવચેતીના અભાવે નુકસાન

આ પણ વાંચો: ઓમિક્રોનની અસર: દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી વડોદરા આવેલા 85 મુસાફરો ક્વૉરન્ટાઇન, જાણો વિગત

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">