KUTCH : ભૂજના કુનરીયા ગામની અનોખી પહેલ, પંચાયતી ક્ષેત્રમાં મહિલાઓને સ્વનિર્ભર કરવાનો પ્રયાસ

|

Jul 19, 2021 | 5:41 PM

પંચાયતી ક્ષેત્રમાં આત્મનિર્ભર રીતે યુવતિઓ આગળ આવે તે માટે ભૂજ તાલુકાના કુનરીયા ગામે અનોખી પહેલ કરી છે. અને બાલ પંચાયત ચૂંટણીનું આયોજન કરી નાની વયે જ ચૂંટણી પ્રક્રિયાથી લઇ તેના પ્રતિનિધિત્વની જવાબદારી યુવતીઓ સમજે તેવું આયોજન કર્યુ છે.

KUTCH : ભૂજના કુનરીયા ગામની અનોખી પહેલ, પંચાયતી ક્ષેત્રમાં મહિલાઓને સ્વનિર્ભર કરવાનો પ્રયાસ
A unique initiative of Bhuj's Kunaria village

Follow us on

KUTCH : પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી સ્ત્રીઓને પ્રતિનિધત્વ તો મળ્યુ છે. પરંતુ હજુ જોઇએ એટલી સ્ત્રીઓ સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશતી નથી. જોકે પંચાયતી ક્ષેત્રમાં આત્મનિર્ભર રીતે યુવતિઓ આગળ આવે તે માટે ભૂજ તાલુકાના કુનરીયા ગામે અનોખી પહેલ કરી છે. અને બાલ પંચાયત ચૂંટણીનું આયોજન કરી નાની વયે જ ચૂંટણી પ્રક્રિયાથી લઇ તેના પ્રતિનિધિત્વની જવાબદારી યુવતીઓ સમજે તેવું આયોજન કર્યુ છે.

ફિલ્મ અથવા સિરિયલમાં આપણે નાની વયે જ ગામ નેતૃત્વના આપણે કિસ્સાઓ સાંભળ્યા છે. પરંતુ ભૂજ તાલુકાના કુનરીયા ગામે બાળ વયે જ કિશોરી અને યુવતીઓમાં પંચાયતી શાસનના ગુણો વિકસે, મોટી વયે સક્રિય પંચાયતી શાસનમાં યુવતીઓ આગળ આવે અને બાળ પંચાયત થકી ચૂંટણી પ્રક્રિયાથી લઇ નિર્ણય શક્તિ સુધીના ગુણો વિકસે તે માટે બાલ ચૂંટણીનું આયોજન કર્યું હતું.

બાલ ચૂંટણીનું આયોજન

જેમાં 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી અને 250થી વધુ બાળાઓએ મતદાનનો ઉપયોગ કરી સંપૂર્ણ પ્રક્રિયા જાણી હતી. સાથે નવા ચૂંટાયેલા પ્રતિનિધીઓ પાસે ભવિષ્યમાં કામોની અપેક્ષાઓ પણ વ્યક્ત કરી હતી. નાની વયે જ આવી પ્રવૃતિ અને જવાબદારીથી સમાજમાં બદલાવના ભાવ સાથે થયેલી આ પ્રક્રિયા ભવિષ્યમાં ઉપયોગ સાબિત થશે તેવુ બાળાઓનું માનવું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ફિલીપાઇન્સના સાગુંનીયાન કબ્બતાન યુથ કાઉન્સિલની વાત સરપંચે જાણ્યા બાદ તેમાં તેઓએ સક્રિય રીતે સરકારની મદદથી આ બાળ પંચાયત પ્રક્રિયા હાથ ધરી હતી. જેના માટે મતદાન સહિત પ્રચાર ચૂંટણી એજન્ડા તમામ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પંચાયતી રાજમાં ૫૦ ટકા મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનો અનુભવ ઉપયોગી થશે. કિશોરીઓનો વહિવટી પ્રક્રિયામાં પ્રવેશથી ચોક્કસ વિષયો પર ધ્યાન પડશે. જેમ કે આરોગ્ય શિક્ષણ, પોષણક્ષમ આહાર ઇત્યાદિ કામગીરી,

1 – કિશોરીઓના જન જાગૃતિના કાર્યક્રમ,
2 – કિશોરીઓ માટે રમત ગમત કાર્યક્રમ,
3 – કિશોરીઓના પોષક આહાર અને કૌશલ્યવર્ધન તાલીમ અપાશે,
4 – કિશોરીઓના પ્રેરણા પ્રવાસ કરાશે.

ગામના ઘણા પ્રશ્નો સદંર્ભે મહિલાઓ તેમની રજૂઆત કે સમસ્યાઓ મુદ્દે આગળ આવતી નથી. પરંતુ બાલિકાઓ દ્વારા અને બાલિકાઓ દ્રારા જ રચાયેલી પંચાયત સમિતીમાં તમામ પ્રશ્નોની મુક્ત મને ચર્ચા થાય અને સામાજીક દુષણો સાથે ભવિષ્યમાં સક્રિય રીતે સ્ત્રીઓ પંચાયતી રાજમાં આગળ રહી સારી કામગીરી કરી શકે તે માટે કુનરીયા ગામે કરેલ પ્રયાસ સરાહનીય છે અને તેનું અનુકરણ ચોક્કસ ભવિષ્યમાં ફાયદારૂપ છે.

Next Article