AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતમાં થશે માવઠાનો માર ! જાણો કઈ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વધુ વર્તાશે.તેથી કચ્છ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓમાં આજે માવઠું થવાની પ્રબળ શક્યતા છે.

આજનું હવામાન : ગુજરાતમાં થશે માવઠાનો માર ! જાણો કઈ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ, જુઓ Video
Unseasonal rain
Follow Us:
| Updated on: May 03, 2025 | 8:42 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વધુ વર્તાશે.તેથી કચ્છ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓમાં આજે માવઠું થવાની પ્રબળ શક્યતા છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓના હવામાનમાં પણ પલટો આવી શકે છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 8 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 30 થી 35 કિમી રહેવાનું અનુમાન છે.

4 મે 2025 ક્યાં પડશે કમોસમી વરસાદ ?

હવામાન વિભાગની આગાહી અનુસાર 4 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે.

કારને રોકવા માટે પહેલા ક્લચ દબાવાય કે બ્રેક? જાણી લો
પૂજા રૂમમાં ના કરશો આ ભૂલો, ઘરની સુખ સમૃદ્ધિ ખોરવાઈ જશે
પાકિસ્તાનના 100 રૂપિયા ચીનમાં જઈને કેટલા થઈ જાય ?
ઓફિસના ડેસ્ક પર તુલસી રાખવી શુભ છે કે અશુભ?
ત્રિવેદી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Moong Dal: કેમિકલયુક્ત મગની દાળ ઓળખવા માટેની સરળ ટિપ્સ

5 મે 2025 ક્યાં પડશે કમોસમી વરસાદ ?

ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર,ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ,દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે.

6 મે 2025 ક્યાં પડશે કમોસમી વરસાદ ?

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">