હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. હવામાન વિભાગે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ અહીં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરત, નવસારી, ડાંગ,નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા અને, દાદરા નગર હવેલીમાં આજે અતિ ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરી છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને બોટાદમાં ભારે વારસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
#Gujarat to experience Thunderstorm activity along with heavy rain: MeT Department #GujaratRains #Monsoon #Monsoon2024 #GujaratWeather #TV9Gujarati pic.twitter.com/WcUKNYwN6X
— Tv9 Gujarati (@tv9gujarati) June 26, 2024
હવામાન વિભાગે આજે પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. તેમજ આજે રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
GFX: Know rain prediction for 26 June #GujaratRains #Monsoon #Monsoon2024 #GujaratWeather #TV9Gujarati pic.twitter.com/E5mixuzhJI
— Tv9 Gujarati (@tv9gujarati) June 26, 2024
હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, સુરત, પોરબંદર, નવસારી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, દાહોદ, જુનાગઢ, તાપી સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરુચ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ગીર સોમનાથના તાલાલા- વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો છે. વેરાવળના માથાસુરીયા, લુંભા, અને કોડીધ્રા ગામે વરસાદી માહોલ છવાયો છે. આંબળાસ ગામનાં રસ્તા પાણી પાણી થયા છે. માથાસુરીયા ગામે વોકળાઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.