Kheda : નડિયાદના વાલ્લા ગામમાં અનોખું સ્વસ્થ માતા અભિયાન શરૂ કરાયું

|

Mar 09, 2022 | 5:07 PM

વાલ્લા ગામમાં માતા બનનાર પ્રસૂતા બહેનોને એક કિલો શુદ્ધ ઘી અર્પણ કરવામાં આવશે.નાત-જાત-ધર્મના ભેદભાવ સિવાય ગામના સર્વ પ્રસૂતા માતાઓને આ સહાય અર્પણ કરાશે . પ્રસૂતા માતાને અને નવજાત શિશુને શરૂઆતમાં પોષણયુક્ત આહારની ખૂબ જરૂર હોય છે.જે શુદ્ધ ઘીના સેવનથી મહદ અંશે પૂરી થાય છે.

Kheda : નડિયાદના વાલ્લા ગામમાં અનોખું સ્વસ્થ માતા અભિયાન શરૂ કરાયું
Nadiad Valla School Start Health Mother Campaign

Follow us on

ગુજરાતમાં નડિયાદ(Nadiad)તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા શૈક્ષણિક અને સામાજિક પ્રકારના સફળ અભિયાન માટે રાજ્યભરમાં જાણીતી છે.શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ અનેક નવતર પ્રયોગ થકી ખાસ તો ગ્રામ્ય સમાજને ખૂબ ઉપયોગી બની રહ્યા છે.આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav) નિમિત્તે તેઓએ સ્વસ્થ માતા ( Healthy Mother)અભિયાન શરૂ કર્યું છે.જેમાં વાલ્લા ગામમાં માતા બનનાર પ્રસૂતા બહેનોને એક કિલો શુદ્ધ ઘી અર્પણ કરવામાં આવશે.નાત-જાત-ધર્મના ભેદભાવ સિવાય ગામના સર્વ પ્રસૂતા માતાઓને આ સહાય અર્પણ કરાશે . પ્રસૂતા માતાને અને નવજાત શિશુને શરૂઆતમાં પોષણયુક્ત આહારની ખૂબ જરૂર હોય છે.જે શુદ્ધ ઘીના સેવનથી મહદ અંશે પૂરી થાય છે.આ અભિયાનનો મંગલ આરંભ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયના પટેલના હસ્તે કરાયો.તે વેળા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-કઠલાલના પ્રાચાર્ય મનુભાઈ પરમાર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ માછી,ખેડા-માતરના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કોમલબેન પાંડવ,કપડવંજ નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલ,જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કેશુભાઈ વાણિયા, નડિયાદના બીઆરસી કુલદીપસિંહ રાજ,મહેમદાવાદના બીઆરસી દિપકભાઇ સુથાર અને આચાર્ય જયપાલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 સ્વસ્થ માતાના આ પ્રેરક પ્રયાસ બદલ વાલ્લા શાળાને ખાસ બિરદાવી

જેમાં ગામની ચાર પ્રસૂતા માતા નયનાબેન અર્જુનસિંહ ચૌહાણ, અંજુબેન અજયભાઈ ચુનારા,દક્ષાબેન અરવિંદભાઈ સોઢા તથા જાનકીબેન રોનકભાઈ પટેલને એક -એક કિલો શુદ્ધ ઘી અર્પણ કરાયું હતું હતું. હાજર મહાનુભાવોએ માતા સશક્તિકરણના આ પ્રેરક પ્રયાસ બદલ વાલ્લા શાળાને ખાસ બિરદાવી હતી.

પ્રસૂતા માતાના ઘરે જઈ ઘી અર્પણ કરાશે 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ સત્કાર્યમાં ઘી ના દાતા તરીકે સારસાના નિત્યાનંદ ગોરધનભાઈ પટેલ, નડિયાદના કુસુમબેન રમેશચંદ્ર શાહ તથા હિતેશકુમાર બ્રહ્મભટ્ડૉ.જગદીશભાઈ પ્રજાપતિ,નિલેશભાઈ શાહ,ચંદ્રિકાબેનશાહ, મહેન્દ્રભાઈ પટેલ, રતિલાલ પટેલ,યોગેન્દ્રભાઈ પટેલ ,વિક્રેનભાઈ પટેલ,કમલેશભાઈ મિસ્ત્રી,પ્રદિપભાઈ સુતરિયા તથા અબ્દુલભાઈ વહોરા ખાસ સહયોગી બન્યા છે..આ પ્રયાસને સફળ બનાવવા હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સાથે પ્રસૂતા માતાના ઘરે જઈ ઘી અર્પણ કરવામાં શાળાના શિક્ષિકા નયનાબેન બ્રહ્મભટ્ટ, સરપંચ અશ્વીનભાઈના પત્ની વર્ષાબેન વાળંદ, આશા વર્કર નિરંજનાબેન પટેલ તથા આંગણવાડી કાર્યકર નયનાબેન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો : Vadodara : રાજસ્થાનની બિસ્નોઇ ગેંગના દારૂની હેરાફેરીના નેટવર્કને ભેદતી PCB

આ પણ વાંચો : Kutch: નર્મદાના પાણી મુદ્દે કિસાનસંઘનું ફરી સરકારને 15 માર્ચનુ અલ્ટીમેટમ, નહીં તો ફરી ઉગ્ર વિરોધ!

 

Next Article