AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda : વડતાલ ધામમાં એક હજાર કિલો જામફળનો ઉત્સવ ઉજવાયો

અમદાવાદ  નિવાસી અને હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા દ્વિતીબેન દેસાઈએ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિત આદિ દેવો સમક્ષ 1000  કિલો જામફળનો અન્નકુટ ધરાવાયો હતો.

Kheda : વડતાલ ધામમાં એક હજાર કિલો જામફળનો ઉત્સવ ઉજવાયો
Vadtal Swaminarayan Temple Celebrate gooseberry Festival
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 24, 2022 | 5:21 PM

શ્રી સ્વામિનારાયણ(Swaminarayan)  સંપ્રદાયની રાજધાની એવા ખેડા(Kheda) જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ધામમાં(Vadtal)  શ્રી હરિકૃષ્ણ મહારાજ અને દેવોની પ્રસન્નાર્થે પ. પૂ. ધ. ધૂ. 1008  આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની આજ્ઞાથી ,સેવાભાવી ભક્ત અમદાવાદ નિવાસી અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી દ્વિતીબેન દીપેશભાઈ દેસાઈ તરફથી જામફળ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વડતાલના મુખ્ય કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિને વડતાલ ખૂબ પ્રિય હતું. વડતાલમાં શ્રીહરિએ પોતાનું નિજ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું હતું. વિશ્વ વસતા પોતાના આશ્રિતો માટે આચાર સંહિતા સમાવ શિક્ષાપત્રી લખી છે. આચાર્યપદની સ્થાપના કરી છે.

જામફળના પ્રસાદનું 1340 વ્યકિતઓને વિતરણ કરવામાં આવ્યું

શ્રીહરિએ વડતાલધામના ચોકમાં ઉભા રહી કહ્યુ છે કે , કે જે કોઈ મનુષ્ય પ્રતિપૂર્ણિમાએ આ લક્ષ્મીનારાયણદેવ – શ્રીહરિકૃષ્ણ મહારાજના ભાવથી દર્શન કરશે તેના સર્વ મનોરથ પૂર્ણ કરશે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો શ્રીજીનો રાજીપો પ્રાપ્ત કરવા અવનવા ઉત્સવ ઉજવે છે જેમાં અમદાવાદ  નિવાસી અને હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા દ્વિતીબેન દેસાઈએ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિત આદિ દેવો સમક્ષ 1000  કિલો જામફળનો અન્નકુટ ધરાવાયો હતો.જેનો નડિયાદ, પીજ, કરમસદ, વિદ્યાનગર, આણંદ, ડાકોરમાં આવેલ ચરોતરના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ આશ્રમો,અનાથ આશ્રમો અને મહિલા આશ્રમોમાં જામફળના પ્રસાદનું 1340 વ્યકિતઓને વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.સમગ્ર ઉત્સવની વ્યવસ્થા શ્યામ સ્વામી અને વડતાલધામના સ્વયંસેવકોએ સંભાળી હતી.

વડતાલ સ્વામિનારાયણ મંદિર ઉત્સવોનું મંદિર

સામાન્ય રીતે કોઈ પણ મંદિરમા ભાવિક ભક્તો પ્રસાદ ચડાવતા હોય છે જેમાં બુંદી ગાંઠીયા. શ્રીફળ, લાડુ, શીરો, પેડા ધરાવવામાં આવતા હોય છે પણ ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમા તો ઋતુ પ્રમાણે ફળનો પ્રસાદ ભાવિક ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો ગીર અને વલસાડની કેશર કેરીનો ઉત્સવ, નાસિકના બગીચાની કાળી અને લીલી દ્રાક્ષનો ઉત્સવ, ઉત્તર ગુજરાતની વરિયાળીનો ઉત્સવ. ચોમાસામાં જાંબુ ઉત્સવ ઉજવામાં આવ્યો હતો. ફળ ઉત્સવનું મહત્વ એ છે કે કોઈ પણ વ્યક્તિ તેને પ્રસાદ સ્વરૂપે આરોગે તો શરીરને કોઈ નુકશાન થતું નથી .

શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ?
અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!

આ પણ વાંચો :  યુક્રેનમાં 2500-3000 વિદ્યાર્થીઓ ફસાયેલા છે, રાજ્ય સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં: જીતુ વાઘાણી

આ પણ વાંચો : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણીને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાયો, દરરોજ સુનાવણી ચાલશે

g clip-path="url(#clip0_868_265)">