Kheda : પુત્ર મોહમાં પિતાએ સગી દીકરીને માતાની નજર સામે જ કેનાલમાં ફેંકી દીધી, જુઓ Video
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં પુત્રની ઇચ્છામાં અંધ બનેલા પિતાએ પોતાની સગી 7 વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકી દેવાનો ભયાનક આરોપ માતાએ જ લગાવ્યો છે. માતાના આક્ષેપ મુજબ, પિતાએ પુત્ર ન હોવાનો અણગમો રાખી દીકરીના જીવ સાથે રમત રમી છે.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં રહેતા વિજય સોલંકીના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા.લગ્ન પછી તેમના ત્યાં બાળકીઓનો જન્મ થયો હતો.જો કે તેમને પુત્રની અપેક્ષા હતી.જે પૂર્ણ ન થવાના કારણે તેમણે તેમની 7 વર્ષની બાળકીને કેનાલમાં ફેંકી દીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં પુત્રની ઇચ્છામાં અંધ બનેલા પિતાએ પોતાની સગી 7 વર્ષની દીકરીને નર્મદા કેનાલમાં ફેંકી દેવાનો ભયાનક આરોપ માતાએ જ લગાવ્યો છે. માતાના આક્ષેપ મુજબ, પિતાએ પુત્ર ન હોવાનો અણગમો રાખી દીકરીના જીવ સાથે રમત રમી છે.
માતાની નજર સામે ઘટના
માહિતી મુજબ આ સમગ્ર ઘટના માતાની નજર સામે બની હતી.આક્ષેપ મુજબ પિતા દીકરીને કેનાલ પાસે માછલી બતાવવાના બહાને લઇ જાય છે. કેનાલની પારી પર તેને ઊભી રાખ્યા બાદ તે બાળકીને ધક્કો મારી દે છે. માતાએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ આરોપી પતિએ તેની એક ન સાંભળી.
પત્નીને છૂટાછેડાની ધમકી
ઘટનાને ગંભીર બનાવતો એક બીજો પહેલુ એ છે કે, આરોપીએ પત્નીને આ વિશે કોઈને પણ ન કહેજે નહિ, નહીં તો છૂટાછેડા આપી દેશે તેવી ધમકી આપી હતી. ભયના કારણે મહિલા કઇ કહી શકી નહીં, પરંતુ અંતે તેને પોતાના ભાઈને આ વાત જણાવી.
Kheda: Father Accused of Throwing 7-Year-Old Daughter Into Narmada Canal in Kapadvanj#Kheda #CrimeNews #Gujarat #TV9Gujarati pic.twitter.com/2vbfPkNV8x
— Tv9 Gujarati (@tv9gujarati) July 15, 2025
બાળકીના મામાની ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી
મહિલાના ભાઈએ તરત જ આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પંથકમાં શોક અને ગુસ્સો
આ હૃદય દ્વાવક ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર ફેલાઈ છે. લોકોમાં નિર્દોષ બાળકીની હત્યા અંગે ગુસ્સો અને દુ:ખની લાગણી જોવા મળી રહી છે.
વીથ ઇનપુટ- ધર્મેન્દ્ર કપાસી