AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ખેડા પોલીસ સામે લાલઘુમ, “રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે” : ધારાસભ્ય

ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના પિતાને ગત ૮ ફેબ્રુઆરીના રોજ ગામના ચાર નાગરિકો સાથે ખેતરમાં પાણી લેવાની બાબતે ઝઘડો થયો હતો. જેની ફરિયાદ કેશરીસિંહના પિતા દ્વારા લીંબાસી પોલીસ મથકે નોંધાવી હતી.

Kheda: માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ખેડા પોલીસ સામે લાલઘુમ, રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે  છે : ધારાસભ્ય
Kheda: BJP MLA Kesari Singh's serious allegations against the police
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 24, 2022 | 1:49 PM
Share

Kheda: રાજકોટ પોલીસ લાંચકાંડનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં જ ખેડા જિલ્લાના માતરના ચાલુ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ (MLA Kesari Singh Solanki)ખેડા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા (District Police Chief in charge)અર્પિતા પટેલ પર બુટલેગરો પાસેથી હપ્તા વસુલ કરવામાં આવતા હોવાનો આક્ષેપ (Allegation) કર્યો છે.

ખેડા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા અર્પિતા પટેલ બુટલેગરોના હપ્તા ખાય છે : કેસરીસિંહ સોલંકી

ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના પિતાને ગત ૮ ફેબ્રુઆરીના રોજ ગામના ચાર નાગરિકો સાથે ખેતરમાં પાણી લેવાની બાબતે ઝઘડો થયો હતો. જેની ફરિયાદ કેશરીસિંહના પિતા દ્વારા લીંબાસી પોલીસ મથકે નોંધાવી હતી. મહત્વની વાત એ છે કે ફરિયાદ નોંધાય પછી આરોપીઓ ગામમાં હોવા છતાં પણ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવાને બદલે આરોપીઓને છાવરવાનોમાં આવતા હોવાનો આક્ષેપ માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. કેસરીસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડા ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા અર્પિતા પટેલ ખેડા જિલ્લામાં દારૂના ધંધા કરતા વેપારીઓ પાસેથી બેફામ રીતે હપ્તા લઈ રહ્યા છે. માતરના ધારાસભ્ય કેસરીસિંહે જે આક્ષેપો કર્યા છે તે ખૂબ ગંભીર પ્રકારના છે,

રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે, ભાજપના ધારાસભ્ય હોવા છતાં પોલીસ અમારી વાત ધ્યાને લેતા ન હોવાનો આક્ષેપ.

માતરના ધારાસભ્ય દ્વારા ખેડા પોલીસની હપ્તાખોરી અંગે રાજ્યના ગૃહમંત્રીને પણ જણાવવામાં આવ્યુ છે. બીજી તરફ સરકાર દ્વારા પોલીસ સામે કોઈ પગલાં ભરવામાં ન આવતા નારાજ થઇ ગયેલા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા રાજીનામુ આપી દેવાની વાત કરવામાં આવી છે.

વિવાદોના પર્યાય બની ચૂકેલા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના ભૂતકાળના કારનામા પર નજર કરવામાં આવે તો,

1.માલાવાડા ગામમાં થયેલ ઝગડાના આરોપીઓને તત્કાલીન DySp ફાલ્ગુની પટેલ લઇ જઈ રહ્યાં હતા. ત્યારે કેસરીસિંહ સોલંકી દ્વારા રસ્તામાં જ DySp ને રોકીને આરોપીઓ છોડી દેવાની ધમકી આપવામાં આવી હતી. 2. લવાલના તત્કાલીન સરપંચ સાથે મારામારી. 3. માછીયેલ ગામના સરપંચ સાથે બોલાચાલી. 4. ખેડા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર વિરૂધ્ધ માસ્ક મામલે જાહેરમાં બેફામ નિવેદનો. 5. હાલોલ પાસે એક રિસોર્ટમા દારૂ જુગારની મહેફિલ કરતા પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો : Kheda : માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચો : Mehsana : સો ટકા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાનો નિર્ધાર છે : ઋષિકેશ પટેલ

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">