Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 4000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો

|

Mar 13, 2022 | 5:50 PM

આજે દેવોને દ્રાક્ષના વિશેષ શણગાર ધરાવવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી દેવોના દ્રાક્ષ ના વાઘા હાલોલ રાજી રહેજો ગ્રુપ તથા વડતાલ ની સાંખ્યયોગી બહેનો એ 12 કલાકની ભારે જહેમત બાદ તૈયાર કર્યા હતા .

Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 4000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો
Vadtal Swaminarayan Temple Grapes Annakut Festival

Follow us on

ખેડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના(Swaminarayan Temple)  મુખ્ય તીર્થધામ વડતાલ(Vadtal)  ખાતે રવિવારના રોજ દેવોને 4000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ (Grapes Annakut) ઉત્સવ ઉજવાયો હતો આ ઉપરાંત સવારે 8 થી 11 વાગ્યા સુધી મંદિરમાં બિરાજતા દેવોનો છારોડી ગુરુકુલના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથીરાજોપચાર પૂજન કરાયું હતું. જ્યારે 1000 કિલો પુષ્પ પાંદડીઓ થી દેવોનો ભવ્યાતિભવ્ય પુષ્પાભિષેક કરાયો હતો. આ પ્રસંગે હજારો હરિભક્તો એ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે , નાસિકના પુરાણી જ્ઞાનજીવન સ્વામીની સેવા અનોખી છે .વડતાલ ધામ હવે ઉત્સવ ધામ બની ગયું છે હરિભક્તો શ્રીજી ના રાજીપા અર્થે અવનવા વાઘા તથા વિવિધ ફળોના અન્નકૂટ , વિવિધ ડ્રાયફ્રુટ અન્નકૂટ ભરી દેવોનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે.

જ્યારે  રવિવારના રોજ પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસીકવાળા ની પ્રેરણાથી , તેમના જ સેવક પૂ માધવ સ્વામી – તપોવન બ્રહ્મચર્યાશ્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર નાસિક શિષ્ય તથા સેવક મંડળ દ્વારા વડતાલ મંદિરમાં બિરાજતા દેવોનું છારોડી ગુરુકુલ ના પવિત્ર ભૂદેવો દ્વારા રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું.

દ્રાક્ષ સંતોને પ્રસાદી આપીને અનાથાશ્રમ- વૃદ્ધાશ્રમમાં વહેંચવાનું આયોજન

જ્યારે દેવોનું 1000 કિલો પુષ્પ પાંદડીઓ દ્વારા આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ દ્વારા લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ સહિત આદિ દેવોના પુષ્પા અભિષેક કરાયો હતો રાજોપચાર પૂજન દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના જયધોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસિક તથા યજમાન પરિવાર ને પુષ્પમાળા પહેરાવીને પુષ્પ પાદડીઓથી અભિષેક કરી સન્માનિત કર્યા હતા ત્યારબાદ દેવોને 4000 કિલો દ્રાક્ષનો અન્નકુટ ધરાવાયો હતો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મંદિર મહોત્સવનો લાભ ગરીબ લોકોને પણ મળશે

આજે દેવોને દ્રાક્ષના વિશેષ શણગાર ધરાવવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી દેવોના દ્રાક્ષ ના વાઘા હાલોલ રાજી રહેજો ગ્રુપ તથા વડતાલ ની સાંખ્યયોગી બહેનો એ 12 કલાકની ભારે જહેમત બાદ તૈયાર કર્યા હતા . આ દ્રાક્ષ સંતોને પ્રસાદી આપીને અનાથાશ્રમ – વૃદ્ધાશ્રમમાં વહેંચવાનું આયોજન કરવામાં આવેલ છે. મંદિર મહોત્સવનો લાભ ગરીબ લોકોને પણ મળે, એવી વ્યવસ્થા વડતાલ સંસ્થા કરી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad: ભારતને સ્વાવલંબી બનાવવા કામગીરીની તકો વધારવી આવશ્ય: RSS

આ પણ વાંચો : ડાંગના પરંપરાગત ભાતીગળ લોકમેળા ‘ડાંગ દરબાર’ની શરૂઆત, 16મી સુધી ચાલશે

 

Published On - 5:49 pm, Sun, 13 March 22

Next Article