Kheda: મહુધાના મંગળપુર પાટીયા નજીક ચાલુ કારમાં આગ લાગી, જાણો પછી શું થયું?
કાર મંગળપુર પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેના બોનેટમાંથી ધૂમાડા નીકળવા લાગતાં કાર ચાલકે તરત જ કારને રસ્તાની બાજુમાં ઊભી રાખી દીધી હતી
ખેડા (Kheda) જિલ્લામાં મહુધા તાલુકામાં મંગળપુર પાટિયા નજીક કાર (Car) મા અચાનક આગ લાગતા કાર અફરાતફરી મચી ગઈ હતી, કારને ભારે નુકસાન થયું હતુ, જોકે તેમાં બેઠેલા લોકો સમયસર નીચે ઉતરી જતાં કોઈ જાનહાની થઈ નથી. કાર મંગળપુર પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેના બોનેટમાંથી ધૂમાડા નીકળવા લાગતાં કાર ચાલકે તરત જ કારને રસ્તાની બાજુમાં ઊભી રાખી દીધી હતી અને તેમાં સવાર લોકો તરત જ નીચે ઉતરી ગયાં હતાં.
મહુધા તાલુકાના મંગળપુર પાટીયા નજીક આજે બપોરે રસ્તા પરથી પસાર થતી એક કારમાં ધુમાડા નીકળવા લાગ્યા હતા. કારમાં અચાનક આગ લાગતાં કાર ચાલકે કારને રોડની સાઈડમાં અટકાવી હતી. કારના બોનેટના ભાગમાંથી ધુમાડા નીકળતાં કાર ચાલક ગભરાયો હતો. જો કે સદનસીબે તમામ લોકો કારમાંથી ઉતરી જતાં ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. કારચાલક સહિત કારમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો છે.
ઘટનાને પગલે મહુધા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી કારમાં લાગેલી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. કારમાં આગ લાગવાના બનાવના કારણે રોડ ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે મોટી હોનારત ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કારમાં આગ લાગવાના બનાવો વારંવાર બનતા રહે છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં કારના એન્જીનની આસપાસના ભાગમાં ગરમી ખુબ વધી જતી હોવાથી કારનું વાયરિંગ ઓગળી જવાની સંભાવના વધી જાય છે. આ સાથે ઘણી કારના એન્જીન પર ઓઇલ પડેલું હોય છે જેના કારણે જો વાયરિંગમાં સામાન્ય શોર્ટ સર્કિટ થાય તો પણ ત્યાં તરત આગ લાગી જાય છે. કાર સળગવાના બનાવો વધુ બની રહ્યા હોવાને પગલે હવે કારમાં એક પોર્ટેબેલ ફાયર એક્સિંગ્યુશર રાખવું જરૂરી થઈ ગયું છે.
મહુધા પાસે બનેલી કાર સળગી જવાની ઘટનામાં કાર ચાલકે સમયસુચકતા વાપરી હોવાથી તેમાં બેઠેલા તમામ લોકોને બચાવ થયો હતો. આમ કારમાં સહેજ પણ ઘુમાડા જેવું દેખાય અથવા બળવાની વાસ આવે તો તરત કાર રોકી દેવી જોઇએ અને તરત જ બહાર નીકળી જવું જોઈએ.