Kargil War: કારગિલ યુદ્ધની બહાદુરીની એ પળો આજે પણ નજર સામે તરવરે છે, જવાન જશુભાઈની કાનમાં ગોળીઓનો ગૂંજે છે અવાજ!
Kargil Vijay Divas: કપડવંજ તાલુકાના નવાગામના જશુભાઈ ડાહ્યાભાઈ સોલંકી કારગિલ યુદ્ધનો હિસ્સો રહ્યા હતા. તેમને નાનપણથી લશ્કરી જવાન બનવાનુ સપનુ હતુ. તેઓ 1994માં પોતાનો અભ્યાસ પુર્ણ કરીને આગળના વર્ષે સૈન્યમાં જોડાયા હતા.

કારગિલ વિજય દિવસ એટલે ગર્વનો દિવસ છે. ભારતના જવાનોએ પાકિસ્તાની સૈન્ય સામે જંગ ખેલીને વિજય મેળવ્યો હતો. ગુજરાતના જવાનોએ પણ કારગિલ યુદ્ધમાં પોતાની જીવની બાજી ખેલી હતી અને પાકિસ્તાનને પરાસ્ત કરીને વિજય મેળવવાના ગૌરવનો હિસ્સો હતો. ખેડા જિલ્લાના નવા ગામના જશુભાઈ સોલંકી પણ કારગિલ યુદ્ધના હિસ્સો બન્યા હતા. તેઓએ પણ ગોળીઓ અને તોપ ગોળા વચ્ચે જીવ સટોસટની બાજી ખેલી હતી.
કારગિલ યુદ્ધ દરમિયાન ગુજરાતના જવાનો પણ પાકિસ્તાન સેના પર ભારે પડીને ખાતમો બોલાવ્યો હતો. પાકિસ્તાન સેનાના અનેક જવાનો ભારતીય જવાનોની ગોળીથી મોતને ભેટ્યા હતા. આ માટે ભારતીય જવાનોએ બહાદુરી પૂર્વક કારગિલમાં યુદ્ધ ખેલ્યુ હતુ. જવાનોની આ બહાદુરીને પ્રતિવર્ષ 26 જુલાઈએ યાદ કરીને કારગિલ યુદ્ધના હિસ્સો બનેલા જવાનોનુ સન્માન કરવામાં આવે છે.
જવાન બનવાનુ સપનુ હતુ
કપડવંજ તાલુકાના નવાગામના જશુભાઈ ડાહ્યાભાઈ સોલંકી કારગિલ યુદ્ધનો હિસ્સો રહ્યા હતા. તેમને નાનપણથી લશ્કરી જવાન બનવાનુ સપનુ હતુ. તેઓ 1994માં પોતાનો અભ્યાસ પુર્ણ કરીને આગળના વર્ષે સૈન્યમાં જોડાયા હતા. એટલે કે વર્ષ 1995માં તેઓ સૈન્યમાં સામેલ થયા હતા. સૈન્યમાં તેઓએ 19 વર્ષ સેવા આપી હતી. પોતાનુ સપનુ હતુ અને એ મુજબ જ તેઓ સેનામાં જોડાયા હતા અને એમાંય તેમને કારગિલ યુદ્ધનો હિસ્સો બની બહાદુરી દર્શાવવાનુ ગર્વ મળ્યુ હતુ.
વર્ષ 1999 માં લગભગ 60 દિવસ કારગિલ યુદ્ધ ચાલ્યુ હતુ. આ દરમિયાન થયેલા ગોળીબારનો અવાજ કાનમાં ગૂંજી રહ્યો છે. તેઓને આજે પણ એ દિવસોના દ્રશ્યો નજર સામે જ દેખાતા હોય એમ યાદ આવી રહ્યા છે.
નરેન્દ્ર મોદી સન્માન કાર્યક્રમમાં રહ્યા હતા હાજર
ગુજરાતના જવાનોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. 1999માં રોજ કારગિલ વિજયની ઉજવણી કરતા હેલિપેડ ગ્રાઉન્ડ પર વિજય સંમેલન કરવામાં આવ્યુ હતુ. આ વાતને યાદ કરતા જશુભાઈએ કહ્યુ હતુ કે, ગુજરાતના દરેક જવાનનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. નરેન્દ્ર મોદીએ ગર્વ દર્શાવતા પ્રોત્સાહન વધાર્યુ હતુ. ધારાસભ્યોએ પણ જવાનોનુ ગુજરાતમાં સન્માન કર્યુ હતુ.
જશુભાઈ સોલંકી હાલમાં અમદાવાદના નરોડામાં રહે છે. તેઓ હાલ નિવૃત્ત જીવન અમદાવાદમાં વિતાવી રહ્યા છે. જશુભાઈ 2014 માં આર્મીમાંથી નિવૃત્ત થયા હતા અને હાલમાં નરોડામાં રહે છે.