Gujarat Top News: ફરી ગુજરાતમાં મેઘાના મંડાણ, ક્યા મળી રહી છે સાધુ-સંતોને ધમકી? ABVPએ શા માટે દર્શાવ્યો વિરોધ? જાણો ગુજરાતના મહત્વના સમાચાર

Gujarat Top News : ગુજરાતમાં (Gujarat) આજે મહત્વની અનેક ઘટનાઓ બની છે. બનાસકાંઠામાં 150થી વધુ પશુમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતુ થયુ છે. તો NCB અને ગુજરાત કોસ્ટગાર્ડે બે શંકાસ્પદ ઈરાની બોટને ઝડપી પાડી છે.

Gujarat Top News: ફરી ગુજરાતમાં મેઘાના મંડાણ, ક્યા મળી રહી છે સાધુ-સંતોને ધમકી? ABVPએ શા માટે દર્શાવ્યો વિરોધ? જાણો ગુજરાતના મહત્વના સમાચાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 7:43 PM

ગુજરાત– ફરી રાજ્યમાં મેઘાના મંડાણ

ગુજરાતમાં (Gujarat rain) આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું (Indian Metrological department) માનીયે તો આજથી રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ રહેશે.તો અમદાવાદ અને ગાંધીનગર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જુલાઈએ અતિભારે વરસાદ (Heavy rain) પડી શકે છે.ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને (Fisherman) દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.26 જુલાઈથી વરસાદનું (rain) પ્રમાણ ઓછું થશે, કેટલાક સ્થળે સામાન્ય વરસાદ રહેશે.

બનાસકાંઠા- લમ્પી વાયરસના પગલે અમીરગઢ અને ખોડા બોર્ડર કરાઈ સીલ

સમગ્ર ગુજરાતમાં (gujarat) લમ્પી વાયરસનો (Lumy virus) કહેર જોવા મળી રહ્યો છે.ત્યારે બનાસકાંઠામાં (Banaskantha) 150થી વધુ પશુમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતુ થયુ છે.લમ્પી વાયરસના (lumpy virus) સંકટને જોતા અમીરગઢ અને ખોડા બોર્ડર સીલ કરવામાં આવી છે. ધાનેરા તાલુકામાં (Dhanera Taluka) સૌથી વધુ 100 કેસ નોંધાયા છે.હાલ કેસ વધતા જિલ્લાના 14 તાલુકામાં પશુપાલન વિભાગની 14 ટીમો કાર્યરત છે. સાથે જ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓનો સર્વેની (Survey) કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

વડોદરા- ABVPના કાર્યકરોની હડતાળ સમેટાઇ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ભૂખ હડતાળ પર ઉતરેલા ABVPના કાર્યકરોની હડતાળનો અંત આવ્યો છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં T.Y B.COMની પરીક્ષાના પરિણામો જાહેર થવામાં વિલંબ થતા ABVPએ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે હવે વહેલીતકે પરિણામ જાહેર કરવાની ડિને ખાતરી આપી છે. આગામી 4 ઓગસ્ટ સુધી પ્રશ્નના ઉકેલની ડિને બાંહેધરી આપી છે. એટલું જ નહીં કોમર્સ ફેકલરીના ડિન કેતન ઉપાધ્યાયએ વિદ્યાર્થીઓને પાણી પીવડાવી પારણા કરાવ્યાં હતા.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

રાજકોટ- વિધર્મીઓ તરફથી ધમકીઓ મળતી હોવાની સાધુ-સંતોની રજૂઆત

નૂપુર શર્માના નિવેદન બાદ રાજકોટ જિલ્લાના કેટલાક સાધુ-સંતોને વિધર્મીઓ તરફથી ધમકી મળી રહી છે. જેને લઈ આજે સાધુ-સંતોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રજૂઆત કરી છે. વન ડે, વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત રાજકોટની મુલાકાતે આવેલા સીઆર પાટીલે સાધુ-સંતો અને કલાકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સાધુ સંતોએ પોતાની સમસ્યાઓની રજૂઆત કરી હતી. સાધુ-સંતોએ કહ્યું હતું કે જસદણમાં પૂજારીને વિધર્મી તરફથી ધમકી આપવામાં આવી હતી. આ બાબતે રજૂઆત કરતાં તેમણે સુરક્ષા આપવાની માંગણી કરી છે.

વડોદરા-પંચાયતની ખાલી જગ્યા ભરવા અંગે શ્રમ અને રોજગાર પ્રધાનનું મહત્વનું નિવેદન

પંચાયતોની ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. વડોદરામાં હાજર રહેલા શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ મહત્વનું નિવેદન આપ્યું છે. પંચાયતોમાં ખાલી જગ્યાઓ અને ભરતી અંગે બ્રિજેશ મેરજાએ કહ્યું કે, પંચાયત વિભાગની 13 હજાર 651 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 17 સંવર્ગની જગ્યા ભરવા પંચાયત સેવા પસંદગી મંડળે જાહેરાત આપી હતી. જેમાંથી 15 કેડરમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે અને હજી ખાલી જગ્યાઓ ભરવા પ્રક્રિયા શરૂ છે.

પોરબંદર- ગુજરાત કોસ્ટગાર્ડે બે શંકાસ્પદ ઈરાની બોટને ઝડપી

NCB અને ગુજરાત કોસ્ટગાર્ડને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત કોસ્ટગાર્ડે બે શંકાસ્પદ ઈરાની બોટને ઝડપી પાડી છે. કોસ્ટગાર્ડના સમુદ્ર પાવક નામના જહાજે સફળ ઓપરેશન પાર પાડયું છે. NCBએ શંકાસ્પદ ઈરાની બોટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદથી NCBની ટીમ તપાસ માટે પોરબંદર પહોંચી છે. બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે 8 ક્રુ મેમ્બરની તપાસ થઈ રહી છે. અન્ય સુરક્ષા એજન્સીઓને તપાસ માટે બોટથી દૂર રાખવામાં આવ્યા છે.

સુરત- પ્રેમીના આપઘાત બાદ પ્રેમિકાએ પણ ટૂંકાવ્યું જીવન

સુરતમાં પ્રેમીએ આપઘાત કર્યા બાદ પ્રેમિકાએ પણ જીવન ટૂંકાવ્યું છે. અલથાણ વિસ્તારમાં રહેતા એક યુવકે ફાંસો ખાઈ લેતા તેની ગર્લફ્રેન્ડ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. 108ના કર્મચારીએ સાથે આવેલી મહિલાને પૂછતા તેણે યુવકની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું. યુવકને મૃત જાહેર કરાયા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવાની તજવીજ ચાલી રહી હતી. આ દરમિયાન સાથે આવેલી યુવતી આઘાતમાં કિડની હોસ્પિટલ બિલ્ડિંગના પાંચમા માળે પહોંચી હતી અને ત્યાંથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

ખેડા- નીલગાયે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત

ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના ફેરકુવા પાસે અકસ્માતમાં એક શિક્ષકનું મોત થયુ છે. શિક્ષક શાળામાં ફરજ પર જઈ રહ્યાં હતા તે દરમિયાન બની ઘટના બની હતી. ફેરકુવા પાસે રોડ પર એક નીલગાયે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ શિક્ષકનું મોત થયું છે.

સુરત- ઝાડા-ઊલ્ટી થયા બાદ બાળકીનું મોત

સુરતમાં વરસાદ બાદ સતત વકરી રહેલા રોગચાળાનો ભોગ બાળકો બની રહ્યા છે. ત્યારે સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રોગચાળાને કારણે અઢી વર્ષીય બાળકી મોતને ભેટી છે. હંસિકા સુરજ ગૌતમ નામની બાળકીને વહેલી સવારે ઝાડા-ઉલટી થયા હતા. જે બાદ બાળકીનું મોત નિપજ્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે.

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">