Gujarat સરહદી રાજ્ય હોવા છતાં પણ શાંતિ સ્થાપવામાં સફળતા રહ્યું : અમિત શાહ

|

May 29, 2022 | 2:32 PM

ગુજરાતની(Gujarat)  મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah)  આજે નડિયાદમાં(Nadiad)  પોલીસ- આવાસોના ઇ લોકાર્પણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગુજરાતે સરહદી રાજ્ય હોવા છતાં પણ શાંતિ સ્થાપવામાં સફળતા મેળવી છે.  તેમણેજણાવ્યુ કે  દેશને તોડવાના અનેક કામ  પડકારો આવતા ગયા., તેમ તેમ દેશના પોલીસ બળે પોતાની જાતને અપગ્રેડ કરવાનું ચાલુ રાખ્યુ અને દેશમાં અનેક ષડયંત્રો થવા છતા […]

Gujarat  સરહદી રાજ્ય હોવા છતાં પણ શાંતિ સ્થાપવામાં સફળતા રહ્યું  : અમિત શાહ
HM Amit Shah

Follow us on

ગુજરાતની(Gujarat)  મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah)  આજે નડિયાદમાં(Nadiad)  પોલીસ- આવાસોના ઇ લોકાર્પણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગુજરાતે સરહદી રાજ્ય હોવા છતાં પણ શાંતિ સ્થાપવામાં સફળતા મેળવી છે.  તેમણેજણાવ્યુ કે  દેશને તોડવાના અનેક કામ  પડકારો આવતા ગયા., તેમ તેમ દેશના પોલીસ બળે પોતાની જાતને અપગ્રેડ કરવાનું ચાલુ રાખ્યુ અને દેશમાં અનેક ષડયંત્રો થવા છતા દેશની પોલીસે પોતાની ફરજનિષ્ઠાથી તેને વિફળ કરવાના કામ કર્યા. પણ આ કરતા કરતા 35 હજારથી  વધુ પોલીસ બળોએ  પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યુ છે.

રાજ્યના 27  જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહે નડિયાદથી વિવિધ પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનીઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાયું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ તમામ જીલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સંબંધિત જીલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

દેશભરમાં પોલીસ સેટીસફેક્શન રેશિયોમાં ગુજરાત પ્રથમ નંબરે

અમિત શાહે જણાવ્યુ કે પોલીસ જવાનો વાર અને તહેવાર જોતા નથી. આપણી સુરક્ષા માટે તેઓ રાજ્યનો કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. એમા આપણે બદલાવ નથી કરી શકતા પણ 31 હજાર પોલીસ જવાનોને ઘર આપી આપણે એટલુ સુરક્ષિત કરી શકીએ કે તમે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન  ગુજરાત સરકાર રાખવા માટે બેઠી છે. અમિત શાહે કહ્યુ કે આજે ગૌરવ સાથે હું કહુ છુ કે દેશભરમાં પોલીસ સેટીસફેક્શન રેશિયોમાં ગુજરાત પ્રથમ નંબરે છે. તેનું આપણે ગૌરવ લેવુ જોઇએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેમણે  જણાવ્યુ કે પોલીસ જવાનો વાર અને તહેવાર જોતા નથી. આપણી સુરક્ષા માટે તેઓ રાજ્યનો કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. એમા આપણે બદલાવ નથી કરી શકતા પણ 31 હજાર પોલીસ જવાનોને ઘર આપી આપણે એટલુ સુરક્ષિત કરી શકીએ કે તમે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન  ગુજરાત સરકાર રાખવા માટે બેઠી છે. અમિત શાહે કહ્યુ કે આજે ગૌરવ સાથે હું કહુ છુ કે દેશભરમાં પોલીસ સેટીસફેક્શન રેશિયોમાં ગુજરાત પ્રથમ નંબરે છે. તેનું આપણે ગૌરવ લેવુ જોઇએ.

વર્ષો સુધી કોંગ્રેસે સમાજને અંદરો અંદર લડાવવાનું કામ કર્યુ, કોમી તોફાનો ફેલાવવાનું કામ કર્યુ. તેમજ કાયદો અને વ્યવસ્થાને ભંગ કરવાનું કામ કર્યુ. ગુજરાતમાં એક સમયે 365 દિવસમાંથી 200 દિવસ કરફ્યૂ રહેતો હતો. કેટલાય દિવસ સુધી ધંધા-વેપારી બંધ રહેતા હતા. ગુજરાતમાં ભાજપ સરકાર આવ્યા પછી રથયાત્રા પર એક પણ વ્યક્તિએ હુમલો કરવાની હીંમત નથી કરી.

Published On - 1:54 pm, Sun, 29 May 22

Next Article