AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો હુંકાર, કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારી નહિ ચલાવી લેવાય

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ખેડા જિલ્લાની જન આશીર્વાદ યાત્રા કઠલાલથી પ્રારંભ થઇને વડથલ, મહુધા, સિંહુંજ. વાઠવાડી, મહેમદાવાદ, ખેડા ચોકડી, માતર, સંધાણા થઇ ડભાણ પહોંચી હતી.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો હુંકાર, કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારી નહિ ચલાવી લેવાય
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Sep 30, 2021 | 10:00 PM
Share

કેબિનેટ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રાનો આજે શુભારંભ કઠલાલ ખાતેથી થયો હતો. મહેસુલ મંત્રીની આ યાત્રા કઠલાલથી પ્રારંભ થઇ ખેડાના અન્ય વિસ્તારમાં પહોંચી. આ દરમિયાન મહેસુલ મંત્રીએ કહ્યું કે મહેસુલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારી નહિ ચલાવી લેવાય. તેમજ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એમ પણ કહ્યું કે મહેસુલ વિભાગની ઘણી ફરિયાદો મળી છે.

જણાવી દઈએ કે કઠલાલ કચ્છી પટેલ સમાજની વાડી ખાતે કાર્યકરોને સંબોધતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, ‘ભાજપ પક્ષ ભારત દેશની ઋષિ મુનિઓની પરંપરાઓ, સંસ્કાર, સંસ્કૃતિનું જતન કરતો પક્ષ છે. આ દેશ જ્ઞાનના દેશ તરીકે વિશ્વમાં પ્રચલીત છે. દેશમાં થોડા વર્ષો પહેલા અંદાજે 500 વર્ષ આર્કાતાઓનું રાજ રહ્યું તો પણ દેશે સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખી છે. ભાજપ પણ તેને સાચવી રહ્યું છે.

મંત્રીએ કહ્યું કે ‘દેશની અને રાજ્યની આ સરકારો રાષ્ટ્ર અને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હતી જેના કારણે આતંકવાદીઓને પીઠબળ મળતુ હતુ તે પણ નાબુદ કરી દીધુ. ગૌવંશ હત્યાના કાયદાનો કડકપણે અમલ આ સરકાર કરી રહી છે. ગાય એ પ્રાણી નહી પણ સંસ્કૃતિની ધરોહર છે, ભાજપના કાર્યકરોને સત્તા કે પદનો મોહ હોતો નથી, તેઓ સરળતાથી સત્તાનું હસ્તાંતરણ કરી શકે છે. યુવા ભારત દેશના નિર્માણમાં ભાજપના યુવા કાર્યકર્તાઓનો સિંહ ફાળો રહેશે.’

તેઓએ કાર્યકરોને શીખ આપતા જણાવ્યું હતું કે, આપણે ગીતાના ભગવાન શ્રીકુષ્ણના ઉપદેશને અનુસરવાનું છે. આપણે આપણને સોંપાયેલ કામ પુરી નિષ્ઠા અને ધગશથી કરવાનું છે. આવો ભારતના ભવિષ્ય માટે અને આવનારી પેઢી માટે આપણે ભગીરથ કામ કરીએ. ઉપરાંત રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની સરકારે છેલ્લા 4 વર્ષમાં અનેક પ્રજાકિય કાર્યો અને વિકાસલક્ષી કામોને વેગ આપ્યો છે. અમારી સરકાર પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં પ્રજાકીય કામો અને વિકાસની ગતિ પર ચાલે અને અવિરત વિકાસનો વેગ ચાલતો રહેશે.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ખેડા જિલ્લાની જન આશીર્વાદ યાત્રા કઠલાલથી પ્રારંભ થઇને વડથલ, મહુધા, સિંહુંજ. વાઠવાડી, મહેમદાવાદ, ખેડા ચોકડી, માતર, સંધાણા થઇ ડભાણ પહોંચી હતી. આ જન આશીર્વાદ યાત્રાનું જનમેદની દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓનું કહેવું છે કે, ભાજપની સરકાર ભય, ભ્રષ્ટાચાર મુક્ત અને ગરીબોની સેવા કરતી સરકાર હશે અને તે સીલસીલો હજુ પણ ચાલુ જ છે.

આ પણ વાંચો: Bhavnagar: તળાજાની આયુર્વેદિક હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા દર્દીઓના જીવ અધ્ધર, જુઓ કેવી રીતે કરાયું રેસ્ક્યુ

આ પણ વાંચો: AMRELI: જુઓ તારાજીના આકાશી દ્રશ્યો – ખેતરમાંથી પાણી તો ઓસરી જશે, નુકસાન અને તેની અસર ક્યારે ઓસરશે?

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">