Vadtal સ્વામીનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી જયંતીની ઉજવણી, દેવોને વસંત શણગારે વિભુષીત કરાયા

વડતાલ ધામમાં શનિવારે 196મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું  સાથે સાથે વડતાલ મંદિરના શ્રી બ્રહમાનંદ સ્વામીની રપ૦ મી જન્મજયંતી અને કવિસમ્રાટ સ.ગુ.શ્રી નિષ્કુળાનંદસ્વામીની  256 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી

Vadtal સ્વામીનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી જયંતીની ઉજવણી, દેવોને વસંત શણગારે વિભુષીત કરાયા
Vadtal Sikshapatri Jayanti Celebration
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 05, 2022 | 6:31 PM

વડતાલ(Vadtal ) ધામમાં શનિવારે 196મી શિક્ષાપત્રી(Shiksha Patri)  જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું  સાથે સાથે વડતાલ સ્વામીનારાયણ મંદિરના( Swaminarayan Temple)  શ્રી બ્રહમાનંદ સ્વામીની 250  મી જન્મજયંતી અને કવિસમ્રાટ સ.ગુ.શ્રી નિષ્કુળાનંદસ્વામીની  256 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય  રાકેશપ્રસાદ  મહારાજની ઉપસ્થિતિમાં શા.શ્રી ગુણસાગર દાસજીસ્વામી (વિરસદવાળા) એ શિક્ષાપત્રી કથા અને શિક્ષાપત્રી પઠન કયું હતું. વડતાલ સભામંડપમાં હરિભકતોએ કથામૃતનું રસપાન તથા શિક્ષાપત્રી પઠન કરી ધન્યતા અનુભવી હતી.

વડતાલ મંદિરના કોઠારી  ડો.સંતસ્વામીએ જણાવ્યુ હતુ કે ભગવાન શ્રીહરિનું વાંગ્મય સ્વરૂપ એટલે સંપ્રદાયનો અમુલ્ય ગ્રંથ શિક્ષાપત્રી ભગવાન શ્રીહરિએ સંવત–૧૮૮રના મહાસુદ–પ વસંતપંચમીના રોજ વડતાલ મંદિરના ચોગાનમાં આવેલ શ્રી હરિમંડપમાં બિરાજી સ્વહસ્તે શિક્ષાપત્રી પોતાની વાણીરુપ આ આજ્ઞાપત્રીની સર્વજીવહીતાવહઃસર્વજીવોના કલ્યાણ અર્થે શિક્ષાપત્રીની રચના કરી હતી. આજે 196મી શિક્ષાપત્રી જયંતી પ્રસંગે વડતાલ સ્વા.મંદિરમાં સવારે દેવોને પણ વસંત શણગારે વિભુષીત કરવામાં આવ્યા હતાં.

સવારે મંદિરમાંથી પાલખી યાત્રા નીકળી મંદિરની પ્રદક્ષિણા ફરી સભાસ્થળે પહોંચી હતી. સંપ્રદાયના સંતો મહંતોએ શિક્ષાપત્રીનું પૂજન કયું હતું. તેઓએ બ્રહમાનંદસ્વામીનો મહીમા જણાવતાં વધુમાં જણાવ્યુ હતું કે તેઓનું પૂર્વાશ્રમનું નામ લાડુદાનજી બારોટ હતુ. તેઓ રાજસ્થાનના શિરોહી જીલ્લાના ખાણ ગામના હતાં. તેઓના પિતાશ્રીનું નામ શંભુદાનજી અને માતાનુ નામ લાલુબાદેવી હતું. દિક્ષા પછીનું નામ શ્રીરંગદાસસ્વામી પછી બ્રહમાનંદસ્વામી નામ પડયુ હતું. તેઓ મહાન શીધ્ર કવિ , શતાવધાની, હિન્દી,ગુજરાતી,ચારણીમાં કાવ્યો લખનાર, સ્થાપ્યત્યકળાના જાણકાર, અશ્વવિદ્યાના જાણકાર, મંદિરોના નિર્માણકર્તા, શ્રીહરિના સખા અને રમૂજી વ્યકિતત્વ ધરાવતાં હતાં. બાળક લાડુદાનજી ધોડીયામાં ઝુલતાં હોય ત્યારે પણ આકાશમાંથી દેવી–દેવતાઓ પધારી બાળકના દર્શન કરી તેમને કુમકુમ તથા ફુલોથી વધાવતાં હતાં. આપણે સૌ ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરીએ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વડતાલ મંદિર બાંધવા માટે શ્રીજીએ તેમને  રૂપિયા  11  આપી મોકલ્યા હતાં., અને મર્માળુ હસી બોલ્યા કે વડતાલના ઝાડવા ખંખેરી લેજો. સ્વામીએ પોતાની કુનેહ,વ્યવહાર,કુશળતા અને બુધ્ધિ વાપરી વડતાલનુ કમળાકાર મંદિર બનાવી તેમાં શ્રીહરિનું સ્વરુપ તથા શ્રીલક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા હતાં. બ્રહમાનંદસ્વામીએ શ્રીહરિને વચનામૃતમાં 28  પ્રશ્રો પુછયાં હતાં .જેમાં ગઢડા પ્રથમમાં–7  ,કારીયાણીમાં–3 , ગડા મધ્યમાં–5 , લોયામાં–4, પંચાળામાં–2 , ગઢડા અંત્યમાં–6  અને વડતાલમાં–1  મળી કુલ–28  પ્રશ્રો પુછેલા છે.

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે સભા મંડપમાં શિક્ષાપત્રીનું પૂજન કયું હતું. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે આર્શીવચન પાઠવતાં જણાવ્યુ હતુ કે સ્વા.સંપ્રદાયમાં વસંતપંચમીનો મોટો મહીમા રહયો છે.આ મંગલદિને સંપ્રદાયના અજોડ ગ્રંથ શિક્ષાપત્રીનો વડતાલ મધ્યે હરિમંડપમાં પ્રાદુર્ભાવથયો હતો. શિક્ષાપત્રી જીવમાત્રને ધર્મ , અર્થ , કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિધ્ધી કરાવનાર ગ્રંથ છે. સંપ્રદાયના તમામ આશ્રીતોની આચારસંહીતા છે.જે ધરમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસનાનું અનુસંધાન રહે છે. એ ધરમાં સદા વસંત છે.

શ્રીહરિએ લખેલ શિક્ષાપત્રીના જ્ઞાનનો પ્રકાશ તમારા જીવનમાં આધ્યાત્મિક સુખ અને સમુધ્ધિની વસંત લાવે તેવી વડતાલવિહારી શ્રીહરિકૃષ્ણ મહારાજના ચરણકમળમાં હાર્દિક પ્રાર્થના સહ ભગવાન સૌનું મંગલ વિસ્તારે તેવા આશીષ પાઠવ્યા હતાં. હોમાત્મક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  અમદાવાદના Narendra Modi સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરી રચશે ઇતિહાસ,  બનાવશે આ વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો : Ahmedabad: પાર્ક વાહનમાંથી ચોરી કરતી ટોળકી સક્રિય, ઓઢવના વેપારીના રુ. 6 લાખ લઇ ચોર ફરાર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">