ખેડાના નડિયાદમાં યુવકોના એક પછી એક થઇ રહ્યા છે રહસ્યમય મોત, કોયડો ઉકેલવામાં પોલીસ પણ અક્ષમ, જુઓ વીડિયો
એક પછી એક થતા મોતને લઇને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યુ છે.આરોગ્ય વિભાગ દ્વારા પણ આ અંગે તપાસ કરવામાં આવી છે. જો કે કોઇ રોગચાળાના લીધે યુવકોનું મોત થયુ હોય તેવુ જણાઇ નથી રહ્યુ.જેટલા યુવકોને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી.
ખેડાના નડિયાદ પાસેના ગામોમાં દેવ દિવાળીની રાત્રીથી શરુ થયેલો મોતનો સીસસીલો હજુ પણ યથાવત છે. અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થઇ ગયા છે. આ યુવકો નડિયાદના બિલોદરા અને બગડુ ગામના હોવાનું સામે આવ્યુ છે. બુધવાર સુધીમાં પાંચ લોકોના આ ઘટનામાં મોત થયા હતા. જો કે મોડી રાત્રે વધુ એક યુવકનું મોત થયુ છે,ત્યારે એક પછી એક યુવકોનું મોત પોલીસ માટે પણ એક કોયડા સમાન બની ગયુ છે. જેને ઉકેલવા માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે.
અત્યાર સુધીમાં 6 યુવકોના મોત
એક પછી એક થતા મોતને લઇને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યુ છે.આરોગ્ય વિભાગ દ્વારા પણ આ અંગે તપાસ કરવામાં આવી છે. જો કે કોઇ રોગચાળાના લીધે યુવકોનું મોત થયુ હોય તેવુ જણાઇ નથી રહ્યુ.જેટલા યુવકોને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી. જો કે બે દિવસમાં પાંચ લોકોના મોત થયા હતા. ગઇકાલે મોડી રાત્રે જે રીતે વધુ એક યુવકનું મોત થયુ છે અને મોતનો આંકડો 6 સુધી પહોંચ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર અને પોલીસ દોડતી થઇ ગઇ છે. હાલમાં મૃતદેહોનું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કામગીરી કરવામાં આવી રહી છે.
દેવ દિવાળી શરુ થયો હતો મોતનો સીલસીલો
ઘટના કઇક એવી છે કે દેવ દિવાળીની રાત્રીએ બિલોદરા ગામમાં માંડવીનો પ્રસંગ હતો.બિલોદરા અને બગડુ ગામના નાગરિકો મોટી સંખ્યામાં માતાજીના માંડવીના ગરબાના પ્રસંગમાં એકઠા થયા હતા. જો કે રાત્રીના સમયે કેટલાક યુવકો દ્વારા રાત્રીના સમયે ચોક્કસ પ્રમાણનું એક પીણું પીવામાં આવ્યુ હતુ. જે પીણું બજારમાં મળી રહ્યુ હતુ, તે જ પીણું આ યુવકોએ પીધુ હોવાની શક્યતા સેવાઇ રહી છે. થોડા દિવસ પહેલા TV9 ગુજરાતી સમક્ષ કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સિરપનો જથ્થો હાથે લાગ્યો હતો કે જેને ઉપયોગ કર્યા બાદ ફેંકી દેવામાં આવી હતી.
અત્યાર સુધી ખેડા પોલીસની તપાસમાં શુન્યાવકાસ જણાતો હતો.જો કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે જિલ્લા અધિકારી ધ્રુવેએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે આ મોત કોઇ ભેદી રોગચાળાના લીધે નહીં પણ અન્ય કોઇ કારણોસર થયા છે. આ મામલામાં હવે ખેડા પોલીસ ખૂબ જ એક્ટિવ થઇ ગઇ છે.
હજુ પણ કેટલાક લોકો સારવાર હેઠળ
સિરપની જે ખાલી બોટલ મળી આવી છે તે જુહાપુરામાં બની હોવાની શક્યતા છે. તેના આધારે હવે ખેડા SOG, ખેડા LCB, નડિયાદ ગ્રામ્ય પોલીસની જે ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તો મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યુ છે. જો કે હજુ કેટલાક યુવકો નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.કેટલાક લોકોને આંખે દેખાતુ બંધ થયુ હોવાની પણ ફરિયાદ ઉઠી છે, જો કે હવે આરોગ્ય વિભાગ અને પોલીસની તપાસ જ મોતનું ચોક્કસ કારણ ઉકેલી શકે તેમ છે.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો