મોતની રાઈડનો રિપોર્ટઃ ગાંધીનગરમાં બેઠક બાદ કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં મોટો ખુલાસો

મોતની રાઈડનો રિપોર્ટઃ ગાંધીનગરમાં બેઠક બાદ કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં મોટો ખુલાસો
રાઈડ

અમદાવાદમાં કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠકમાં રજૂ કરાયેલા એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે રાઈડની લોખંડની પાઈપ પર કાટ લાગી ગયો હતો અને તેના જ કારણે દુર્ઘટના બની હતી. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઈ હતી. જેમાં ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદના પોલીસ કમિશનર, AMC […]

TV9 Webdesk12

|

Jul 17, 2019 | 5:32 PM

અમદાવાદમાં કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠકમાં રજૂ કરાયેલા એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે રાઈડની લોખંડની પાઈપ પર કાટ લાગી ગયો હતો અને તેના જ કારણે દુર્ઘટના બની હતી. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઈ હતી. જેમાં ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદના પોલીસ કમિશનર, AMC કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ 2020નો T-20 વર્લ્ડ કપનું ઓસ્ટ્રેલિયામાં આયોજન, આ તારીખથી શરૂ થશે, જુઓ Time-Table

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બેઠકમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને રાઈડના એફએસએલ રિપોર્ટ અંગે માહિતી આપવામાં આવી હતી. જો કે ઘટનામાં યાંત્રિક અભિપ્રાય આપવાની વિગતોમાં અભાવ જોવા મળ્યો હતો. FSL રિપોર્ટ પ્રમાણે રાઈડની લોખંડની પાઈપ પર કાટ લાગી ગયો હતો. જેના કારણે તે અત્યંત નબળી પડી ગઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાઈડનું મટિરીયલ ભારે વજન સહન કરી શકે તેમ હતું જ નહીં. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બેઠકમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના 6 નિયમો અંગે પણ ચર્ચા કરાઈ. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ તકનીકી માપદંડ સ્થાપિત કરે છે. જેના માપદંડોનું રાઈડ મેનુફેક્ચર, મેન્ટેનન્સ, ઓપરેશન અને પર્ફોર્મન્સ ટેસ્ટમાં કડક અમલ થવો જોઈએ તેમ જણાવ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ આ સ્ટાન્ડર્ડના આધારે પ્રમાણપત્ર આપે છે. પોલીસ વિભાગી લાયસન્સ પ્રક્રિયામાં બ્યૂરો ઓફ સ્ટાન્ડર્ડનો અમલ કરવામાં આવે છે. તો સેલ્ફ ફાયનાન્સ પોલિસીમાં સુધારા અને એએમસી દ્વારા તકનીકી રાઈડની ચકાસણી થવી જોઈએ તેવી રજુઆત કરવામાં આવી હતી. સાથે જ એએમસીની નવી ટેક્નિકલ ટીમ ઉભી કરવાની વિચારણા પણ કરવામાં આવી હતી.

[yop_poll id=”1″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati