કચ્છ અને જામનગર જિલ્લામાં ફરી માવઠું, ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા

|

Jan 05, 2022 | 8:11 PM

જામનગર (Jamnagar), ભુજ (Bhuj), નખત્રાણા, અબડાસા, લખપત અને ભચાઉ તાલુકામાં ઝરમર વરસાદ (Rain) પડતાં ખેતી (Agriculture)ના ઊભા પાક અને ઘાસચારાને નુકસાનની ભિતી.

કચ્છ અને જામનગર જિલ્લામાં ફરી માવઠું, ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા
પ્રતિકાત્મક તસવીર

Follow us on

રાજ્યમાં ફરી માવઠું (Unseasonal rain) થવાની આગાહીની વચ્ચે કચ્છ અને જામનગર જિલ્લામાં ઝરમર વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લા મથક ભુજ સહિત નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં ઝરમર વરસાદ પડ્યો છે. વધુ વરસાદના ભયે ખેડૂતોમાં ખેતરમાં રહેલા ઉભા પાકને નુકશાન પહોંચવાની ચિંતા વ્યાપી ગઈ છે.

નખત્રાણા અને તાલુકાના ટોડીયા અને તેની આસપાસના ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. અબડાસા તાલુકાના નલિયામાં આજે વહેલી સવારે વરસાદ પડતા લોકોમાં ચિંતા વધી છે. ભુજમાં પણ ઝરમર છાંટા પડ્યા છે. રામપર, અબડા, ગોયલા, મોખરા, છાડુરા, તેરા, જગડિયા, ઐડા, બુટા જેવા વિસ્તારોમાં ઝરમર વરસાદ પડતાં ખેડૂતોમાં ભીતી છવાઈ છે.

રવીપાકને માઠી અસર થવાના એંધાણ

જિલ્લામાં હાલ ઘઉં અને રાયડાનું વાવેતર કરવામાં આવ્યું છે. આજ પ્રકારે કેટલાક ખેડૂતોએ અન્ય શિયાળુ વાવેતર કર્યું છે. આ તમામને માટે કમોસમી વરસાદ નુકસાનનો વરસાદ બની રહ્યો છે. દિવાળી પછી કરવામાં આવેલા શિયાળુ પાકના વાવેતરમાં હવે દાણા પકડવાની શરૂઆત થતી હોય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જેના માટે ઠંડા અને સૂકા વાતાવરણની જરૂર પડે છે. આજે સર્જાયેલા માહોલથી હવામાનમાં ભેજ વધશે, જેથી જેના કારણે રાયડો, જીરું, કપાસ, વરિયાળી વગેરે પાકને ખૂબ જ નુકસાન થઈ શકે છે. માવઠાને પગલે 30 ટકા ઉભા માલને અસર થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Surat : ત્રીજી લહેરના ભણકારા, બપોર સુધી સુરતમાં કોરોનાના કેસ 250 ને પાર

આ પણ વાંચોઃ Rajkot: બાળકોના માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો, બાળકના નાકમાં ઊંડે ઉતરી ગયો મેટલનો બોલ્ટ, જાણો પછી શું થયુ

Published On - 8:10 pm, Wed, 5 January 22

Next Article