Cyclone Biporjoy ની અસર રૂપેણ બંદરે યથાવત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપી, જુઓ Video
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિસ્તારની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ લોકોને કામ વિના બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
Dwarka : ગુજરાતમાં Cyclone Biporjoy ની અસર રૂપેણ બંદરે યથાવત જોવા મળી રહી છે. તેમજ રૂપેણ બંદરે સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિસ્તારની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ લોકોને કામ વિના બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
આ ઉપરાંત આજે Cyclone Biporjoyની અસર પૂર્ણ થતાં દ્વારકાધીશ મંદિરના દ્વાર ખૂલ્યા છે. 4 દિવસ બાદ જગત મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી છે. 2 દિવસ બાદ શિખર પર આવી ધજા બદલવામાં આવી હતી. દર્શનાર્થીઓ માટે ફરી મંદિર ખૂલ્યું છે. હર્ષ સંઘવી આ દરમ્યાન હજાર રહ્યા હતા. હર્ષ સંઘવીએ પુજા કરી હતી. જે બાદ આ ધજા ચડાવવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos