Kutch : પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની કામગીરી પૂરજોશમાં, 3262 આવાસનુ બાંધકામ પુર્ણ

આ યોજના હેઠળ મંજુર થયેલ આવાસનું (Awas) બાંધકામ જો લાભાર્થી 6 માસમાં પૂર્ણ કરે તો તેમને પ્રોત્સાહક સહાય સ્વરૂપે વધુ 20,000આપવામાં આવે છે.

Kutch : પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની કામગીરી પૂરજોશમાં, 3262 આવાસનુ બાંધકામ પુર્ણ
File Photo
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: May 26, 2022 | 7:32 AM

Kutch News : પ્રધાન મંત્રી ગ્રામીણ આવાસ યોજના (Pradhan Mantri Grameen Awas Yojana)એ રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચું ઘર ધરાવતાં હોય તેમને આવાસ બાંધકામની નાણાકીય સહાય (financial assistance) પૂરી પડતી યોજના છે. આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ 120,000 ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ આપવામાં આવતી સહાય લાભાર્થીના બેંક ખાતામાં ૩ હપ્તામાં અનુક્રમે 30000,40000,50000 આપવામાં આવે છે. તેમજ જે લાભાર્થી પાસે આવાસ બાંધકામ માટે પ્લોટ નથી, તેમને 100 ચો.વાર નો આવાસ બાંધકામ માટે પ્લોટ પણ ફાળવવામાં આવે છે.

આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ 120,000 ની સહાય

સાથ જ લાભાર્થીને બાથરૂમ બાંધકામ સહાય હેઠળ બાથરૂમ બનાવવા માટે 5000 અલગથી આપવામાં આવે છે. તદુપરાંત લાભાર્થીને મનરેગા યોજના અંતર્ગત 90 દિવસ સુધીની રોજગારી પણ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, તેમાં પ્રતિદિન 239  લેખે 90 દિવસ માટે કુલ રકમ 21510 મળવાપાત્ર થાય છે. એટલુ જ નહીં આ યોજના હેઠળ મંજુર થયેલ આવાસનું બાંધકામ જો લાભાર્થી 6 માસમાં પૂર્ણ કરે તો તેમને પ્રોત્સાહક સહાય સ્વરૂપે વધુ 20,000આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાઅંતર્ગત કચ્છ જીલ્લાને (Kutch District) વર્ષ 2016-17 થી વર્ષ 2021-22 સુધીમાં કુલ 5288 નો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જે પૈકી અત્યાર સુધીમાં કુલ 4655 લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે મંજુરી આપવામાં આવેલ છે. તેમજ3262  આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલ છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ જીલ્લામાં અત્યાર સુધી 232 લાભાર્થીઓને 6 માસમાં આવાસનું બાંધકામ પૂર્ણ કરવા બદલ પ્રોત્સાહક સહાય મળેલ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના

PM નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2015 માં શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર (Central Govt) ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનની મરામત માટે આર્થિક સહાય પૂરી પાડે છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર દ્વારા 1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">