Kutch Rann Utsav Video : CM ભુપેન્દ્ર પટેલે વિધિવત રીતે ધોરડો ખાતે રણોત્સવને મુક્યો ખુલ્લો

Follow us on

Kutch Rann Utsav Video : CM ભુપેન્દ્ર પટેલે વિધિવત રીતે ધોરડો ખાતે રણોત્સવને મુક્યો ખુલ્લો

| Updated on: Dec 16, 2024 | 11:03 AM

કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો. આ ઉત્સવ 11 નવેમ્બર 2024 થી 15 માર્ચ 2025 સુધી ચાલશે. રણની સુંદરતા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૈભવી ટેન્ટો રણોત્સવનું મુખ્ય આકર્ષણ છે. પોસ્ટલ કવરનું વિમોચન પણ કરવામાં આવ્યું. પ્રવાસીઓ માટે આ એક અનફર્ગેટેબલ અનુભવ છે.

કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો વિધિવત પ્રારંભ કારવામાં આવ્યો. CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રણોત્સવ ખુલ્લો મુકાયો છે. CM ભૂપેન્દ્ર પટેલે ઉંટગાડીમાં બેસી રણોત્સવની મઝા માણી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલે ભારતીય ટપાલ વિભાગના પોસ્ટલ કવરનું પણ વિમોચન કર્યું છે. રણોત્સવની થીમ આધારિત ખાસ પોસ્ટલ કવરનું વિમોચન કરવામાં આવ્યું છે. રાજ્યનાં પ્રવાસન પ્રધાન મંત્રી મુળુ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમ્યાન કચ્છ ખાતે રણોત્સવની શરૂઆત સાથે કલાકારોએ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી, મહત્વનું છે કે દર વર્ષે અનેક લોકો રણોત્સવની મુલાકાત લેતા હોય છે.

કયા સુધી ચાલશે રણોત્સવ

આ ઉત્સવ કચ્છના ભુજ શહેરથી શરૂ થાય છે અને પછી સમગ્ર કચ્છ જિલ્લામાં ફેલાય છે અને ભુજમાં જ ભવ્ય સમાપન સાથે સમાપ્ત થાય છે. આ વર્ષે રણોત્સવ 11 નવેમ્બર 2024થી શરૂ થશે અને 15 માર્ચ 2025 સુધી ચાલશે.

દર વર્ષે યોજાતો રણોત્સવ કચ્છના સાંસ્કૃતિક રંગોને પ્રતિબિંબિત કરે છે. સંસ્કૃતિ, કલા, સંગીત અને સ્થાનિક હસ્તકલાનો અનોખો સંગમ અહીં જોઈ શકાય છે. આ તહેવાર કચ્છની પરંપરાઓને જીવંત બનાવે છે અને ભારતના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

પરંપરાગત પોશાક પહેરીને ઉત્સવમાં ભાગ લે છે

રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ ગુજરાતના પરંપરાગત લોકનૃત્ય અને સંગીતનો આનંદ માણી શકશે. ગરબા, ઘૂમર અને ઢોલની ધૂન આ તહેવારને વધુ વિશેષ બનાવે છે. આ લોકનૃત્યોમાં, લોકો રંગબેરંગી પરંપરાગત પોશાક પહેરીને ઉત્સવમાં ભાગ લે છે.

પ્રવાસીઓને વૈભવી ટેન્ટમાં રહેવાની તક

રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને વૈભવી ટેન્ટમાં રહેવાની તક મળે છે. આ તંબુઓ રણની મધ્યમાં પ્રવાસીઓને કેમ્પિંગનો અદ્ભુત અનુભવ પૂરો પાડે છે, જ્યાં તેઓ રણની સુંદરતાનો સંપૂર્ણ આનંદ માણી શકે છે.

સફેદ રણમાં ઊંટની સવારી અહીંનું મુખ્ય આકર્ષણ છે. ઊંટ પર સવારી કરતી વખતે દૂર દૂરના રણનો નજારો વધુ અદ્ભુત દેખાય છે.

Published on: Dec 16, 2024 10:40 AM