કચ્છ નશીલા કરોબારનું હબ તો નથી બની રહ્યું ને ? ફરી રાપરમાંથી લાખો રૂપિયાના નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો

|

Jun 26, 2022 | 9:41 AM

Kutch : 9 લાખના ચરસ સહિત કુલ 12.21 લાખનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ આરોપીની પૂછપરછમાં એક મહિલા સહિત 4 શખ્સોના સામે આવ્યા છે.

કચ્છ નશીલા કરોબારનું હબ તો નથી બની રહ્યું ને ? ફરી રાપરમાંથી લાખો રૂપિયાના નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો
Symbolic image

Follow us on

Kutch : એક સમયે સમગ્ર દેશમાં ડ્રગ્સ સહિત નશીલા પદાર્થ (drug products) ઘુસાડવા માટે પંજાબને નીશાન બનાવવામાં આવતુ હતુ પરંતુ હવે માફિયાઓ માટે કચ્છ (Kutch) નશીલા પદાર્થનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યુ છે. ફરી એકવાર રાપરના (Rapar) નિલપર ગામમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે. માહિતી મુજબ ચરસ, ગાંજા અને પોષડોડા સાથે એક શખ્સની પોલીસે(kutch Police)  ધરપકડ કરી છે.મહત્વનું છે કે, 9 લાખના ચરસ સહિત કુલ 12.21 લાખનો નશીલા પદાર્થનો જથ્થો પકડાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.હાલ આરોપીની પૂછપરછમાં એક મહિલા સહિત 4 શખ્સોના સામે આવ્યા છે.

આ અગાઉ પણ ગુજરાત ATS એ કરોડોનુ ડ્ર્ગ્સ ઝડપ્યું હતુ

તમને જણાવી દઈએ કે,ગુજરાતના જખૌના દરિયા માર્ગેથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. થોડા દિવસો અગાઉ ગુજરાત ATS એ ભારતીય જળસીમામાં ઘુસાડવામાં આવેલા 250 કરોડ રૂપિયાના હેરોઇનના જથ્થાને જપ્ત કરી સાત પાકિસ્તાનીઓની (Pakistani) ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આરોપીઓએ દરિયામાં ડ્રગ્સની હેરાફેરી માટે અલગ જ મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનું સામે આવ્યું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુજરાત એટીએસની ગિરફતમાં દેખાતા આ તમામ પાકિસ્તાની માછીમારો માછીમારીની સાથે- સાથે ડ્રગ્સની હેરાફેરીનું પણ કામ કરતા હાલ જેલ હવાલે થવાનો વારો આવ્યો હતો.મહત્વનું છે કે, ગુજરાત ATSને બાતમી મળી હતી કે પાકિસ્તાનના પીસકાન, ગવાદર બંદરથી પાકિસ્તાની બોટ અલ-નોમાન માદક પદાર્થની ગુજરાતના જખોમાં દરિયામાં ડિલિવરી કરવાની છે. જે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની(Gujarat Coast Guard) ટીમે અલ નોમાન બોટને ઝડપી તપાસ કરતાં તેમાં કોઈપણ માદક પદાર્થ મળી આવ્યું ન હતું, પરંતુ તેમાં હાજર રહેલા ખલાસીઓની સામે ગુનો દાખલ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે બોટના ખલાસીઓએ કોસ્ટગાર્ડની બોટ પોતાની તરફ આવતી દેખાતા જ પોતાની બોટમાં રહેલ ડ્રગ્સના કોથળાને દરિયામાં ફેંકી દીધો હતો.

Published On - 9:39 am, Sun, 26 June 22

Next Article